પોતાની થીમથી સાવ અલગ છે અક્ષય કુમાર ની રક્ષા બંધન- ટ્રેલર જોઈ હસી ને થઇ જશો લોટ પોટ- જુઓ ફિલ્મનું મજેદાર ટ્રેલર

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

આ દિવસોમાં બોલિવૂડ એક્ટર અક્ષય કુમારનું(Akshay Kumar) તમામ ધ્યાન તેની આગામી ફિલ્મ 'રક્ષા બંધન' પર છે, જે સંબંધિત દરેક માહિતી અભિનેતા સોશિયલ મીડિયા(social media) પર શેર કરી રહ્યો છે. હાલમાં જ અક્ષયે જણાવ્યું હતું કે ફિલ્મનું ટ્રેલર ટૂંક સમયમાં રિલીઝ થવાનું છે. આવી સ્થિતિમાં ખિલાડી કુમારના ચાહકો પણ આ ફિલ્મના ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને હવે ચાહકોની આ રાહ પણ પૂરી થઈ ગઈ છે. ફિલ્મના નિર્માતાઓએ 'રક્ષા બંધન'નું ટ્રેલર રિલીઝ(Raksha bandhan trailer release) કરી દીધું છે. આ ફિલ્મ ભાઈ અને બહેનના સુંદર સંબંધો વિશે છે, જેમાં પ્રેમની સાથે સાથે ઘણી મસ્તી પણ જોવા મળશે અને તેની ઝલક ટ્રેલરમાં જોવા મળી રહી છે.

2 મિનિટ 55 સેકન્ડના આ ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે અક્ષય કુમાર તેની ચાર બહેનોને ખુબ પ્રેમ કરે છે  અને તેમના લગ્ન અને દહેજ માટે પૈસા ભેગા કરે છે. ફિલ્મમાં અક્ષયનું એકમાત્ર સપનું (dream)છે કે તે તેની બહેનો ના લગ્ન કરાવીને તેની માતાને આપેલું વચન પૂરું કરવું. જો કે, ટ્રેલરમાં ભૂમિ પેડનેકર અને અક્ષય કુમારની સુંદર કેમેસ્ટ્રી (chemistry)પણ જોવા મળી છે. ટ્રેલરની શરૂઆત પણ આ બંનેથી થાય છે. અક્ષયની આ ફિલ્મ એક ફેમિલી ડ્રામા છે, જેમાં ભાઈ-બહેનનો અતૂટ પ્રેમ, મિત્રતા બધું જ બતાવવામાં આવ્યું છે.અક્ષય કુમારની 'રક્ષા બંધન' 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. થોડા સમય પહેલા અભિનેતાએ તેની ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી હતી.

આ સમાચાર પણ વાંચો : આ અભિનેત્રી ને સર્જરી કરાવવી પડી મોંઘી- ચહેરા ની થઇ એવી હાલત કે ઘરની બહાર નીકળવાનું પણ કર્યું બંધ

અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકરની જોડી ફરી એકવાર ફિલ્મ 'રક્ષાબંધન' (Raksha bandhan)દ્વારા બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. બંને પહેલીવાર ફિલ્મ 'ટોયલેટ એક પ્રેમ કથા'માં સાથે જોવા મળ્યા હતા અને ત્યારબાદ બંનેને ચાહકોએ એકસાથે ખૂબ પસંદ કર્યા હતા. સાથે જ હવે બંનેની જોડી બોક્સ ઓફિસ પર કમાલ બતાવી શકશે કે નહીં? એ જોવું રહ્યું. 

 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment