News Continuous Bureau | Mumbai
Rakul and Jackky: રકૂલ અને જેકી એ ગોવામાં પરિવાર અને મિત્રો ની હાજરી માં લગ્ન કરી લીધા છે. રકૂલ અને જેકી એ સોશિયલ મીડિયા પર પોતાના લગ્ન ની તસવીરો શેર કરી હતી જે હાલ વાયરલ થઇ રહી છે. હવે રકૂલ અને જેકી ના પરિવારવાળા ગોવા થી પરત મુંબઈ ફરી રહ્યા છે. લગ્ન બાદ જેકી ભગનાની ના પિતા અને પ્રોડ્યુસર વાશુ ભગનાની એ મીડિયા સાથે વાત કરી હતી આ દરમિયાન તેમને રકૂલ અને જેકી ના હનીમૂન વિશે પણ ખુલાસો કર્યો હતો.
રકૂલ અને જેકી એપ્રિલ માં હનીમૂન પર જશે.
રકૂલ અને જેકી ના લગ્ન બાદ વાશુ ભગનાની એ મીડિયા ને ઇન્ટરવ્યૂ આપ્યો હતો. આ ઇન્ટરવ્યૂ માં તેમને રકૂલ અને જેકી ના હનીમૂન વિશે વાત કરી હતી તેઓએ કહ્યું કે ‘રકૂલ અને જેકી અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ સ્ટારર બડે મિયાં છોટે મિયાં 9 એપ્રિલે રિલીઝ થયા બાદ તેમના હનીમૂન પર જવાની યોજના બનાવી રહ્યા છે.’ તેમજ તેમને મજાક માં કહ્યું કે, ” બડે મિયાં (વાશુ) એ આદેશ આપ્યો છે કે ફિલ્મ રિલીઝ થતાંની સાથે જ બીજા દિવસે ફ્લાઇટ લો અને એક મહિના સુધી હનીમૂન કરીને પાછા આવો.” આ દરમિયાન વાશુ ભગનાની એ જણાવ્યું કે કેટલાક કારણોસર ઘણા લોકો લગ્નમાં સામેલ થઈ શક્યા નહોતા, જેમના માટે તેઓ મુંબઈ સ્થિત પોતાના ઘરે રિસેપ્શન પાર્ટી આપશે.
આ સમાચાર પણ વાંચો : Rakul and Jackky: આવી સુંદર જગ્યા એ સજ્યો રકૂલ-જેકી નો મંડપ, વેન્યુ ની અંદર ની તસવીર થઇ વાયરલ
તમને જણાવી દઈએ કે, જેકી ભગનાની અને વાશુ ભગનાની એ અક્ષય અને ટાઇગર ની ફિલ્મ ‘બડે મિયા છોટે મિયા’ ના પ્રોડ્યુસર છે. આ ફિલ્મ 9 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થશે.