News Continuous Bureau | Mumbai
Rakul preet singh and jackky bhagnani: રકૂલ પ્રીત સિંહ અને જેકી ભગનાની છેલ્લા 2 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. હવે આ બંને એ પોતાના આ સંબંધ ને એક સ્ટેપ આગળ વધારવાનું નક્કી કર્યું છે. એટલે કે બંને એ લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ રકુલ પ્રીત સિંહ ટૂંક સમયમાં જ વર્ષ 2024માં જેકી ભગનાની સાથે લગ્ન કરવા જઈ રહી છે. તેમજ કપલ ના લગ્ન સ્થળ અને લગ્નની તારીખ પણ જાહેર કરવામાં આવી છે.
રકૂલ પ્રીત સિંહ અને જેકી ભગનાની ના લગ્ન
મીડિયા રિપોર્ટ મુજબ રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની ફેબ્રુઆરીમાં લગ્ન કરી રહ્યા છે. રકુલ અને જેકી 22 ફેબ્રુઆરીએ ગોવામાં લગ્ન કરી રહ્યા છે. રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીના લગ્નના સમાચારે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.
રકૂલ પ્રીત સિંહ અને જેકી ભગનાની તરફ થી આ સમાચાર પર કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી તેમજ બંને એ આ સમાચાર ને કન્ફર્મ કર્યા નથી.
આ સમાચાર પણ વાંચો : Munnabhai 3: શું મુન્નાભાઈ નો ત્રીજો ભાગ લાવશે રાજકુમાર હીરાની? ડંકી નિર્દેશકે આ ઉપર આપ્યું અપડેટ