News Continuous Bureau | Mumbai
Rakul and Jacky: રકૂલ પ્રીત સિંહ અને જેકી ભગનાની જલ્દી જ લગ્ન ના બંધન માં બંધાવવાના છે. મીડિયા રિપોર્ટ મુજબ કપલ 21 ફેબ્રુઆરી એ ગોવામાં લગ્ન કરશે. મીડિયા માં કપલ નું લગ્ન નું કાર્ડ પણ વાયરલ થઇ રહ્યું છે. કાર્ડ મુજબ લગ્ન ના ફંક્શન 19 ફેબ્રુઆરી થી શરૂ થશે, અને 21 ફેબ્રુઆરી એ કપલ ના લગ્ન થશે. હવે કપલ ના લગ્ન ને લઈને નવી વિગત સામે આવી રહી છે જે મુજબ બંને ઇકો ફ્રેન્ડલી લગ્ન કરશે.
આ સમાચાર પણ વાંચો : Ankita Lokhande: બિગ બોસ ના ઘરમાંથી બહાર આવ્યા બાદ કંગના ને મળી અંકિતા લોખંડે, જણાવ્યું કેવી છે બંને વચ્ચે મિત્રતા
રકૂલ અને જેકી કરશે ઇકો ફ્રેન્ડલી લગ્ન
મીડિયા રિપોર્ટ મુજબ રકૂલ અને જેકી પ્રકૃતિ ને ધ્યાન માં રાખતા ઇકો ફ્રેન્ડલી લગ્ન કરવાના છે. એનો મતલબ એ કે, મહેમાનોને ઈ-ઈનવાઈટ મોકલવામાં આવ્યા છે, જે મુજબ ઈન્વિટેશન ફોન પર જ મોકલવામાં આવ્યા છે એટલે કે ગિફ્ટ હેમ્પર સાથે કોઈ ભૌતિક આમંત્રણ આપવામાં આવ્યું નથી. આ સિવાય લગ્નમાં ફટાકડા પણ નહીં ફોડવામાં આવે. આ સિવાય બંને લગ્ન સમારોહ પછી અથવા તેના થોડા સમય પછી વૃક્ષારોપણ કરશે.