ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨ જુલાઈ ૨૦૨૧
શુક્રવાર
બૉલીવુડની સુંદર અભિનેત્રી રકુલ પ્રીત સિંહ અવાર નવાર કોઈના કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે હંમેશાં તેના ફોટા અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી જોવા મળે છે.
તાજેતરમાં અભિનેત્રી એ ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસ્વીરોમાં અભિનેત્રીએ બ્લેક કલરનો આઉટફિટ કેરી કર્યો છે. સાથે જ તેણે લાંબા સિલ્વર ઇયરિંગ્સ અને સ્મોકી મેકઅપ કરી પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.
આપને જણાવી દઈએ કે 2014 માં, રકુલે દિવ્ય કુમારની ફિલ્મ ‘યારિયાં’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી, જે ફિલ્મ બોક્સ-ઓફિસ પર કંઈ ખાસ બતાવી શકી નહોતી.
વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી રકુલ પ્રિત સિંહ અમિતાભ બચ્ચન અને અજય દેવગણની સાથે થ્રિલર નાટક ‘મેડે’માં જોવા મળશે. આ ફિલ્મના નિર્માતા-નિર્દેશક અજય દેવગણ છે. અભિનેત્રી આ ફિલ્મમાં પાયલોટની ભૂમિકા નિભાવશે. અજય દેવગણ સાથેની તેની આ બીજી ફિલ્મ હશે. અગાઉ તેણે તેની સાથે ‘દે દે પ્યાર દે’ કામ કર્યું હતું.