Site icon

ફરી એકવાર આર્યા બનીને દર્શકી ની સામે આવશે સુષ્મિતા સેન-રામ માધવાણીએ કરી પુષ્ટિ- જાણો ક્યાં અને કયારે જોવા મળશે સિરીઝ

News Continuous Bureau | Mumbai 

બોલિવૂડની જાણીતી અભિનેત્રી સુષ્મિતા સેને(Sushmita Sen) વેબ સીરિઝ 'આર્યા'થી(Arya) ડિજિટલ ડેબ્યૂ કર્યું હતું. પહેલી સીઝનની જબરદસ્ત સફળતા બાદ મેકર્સ તેની બીજી સીઝન લઈને આવ્યા. બંને સીઝનને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો. સુષ્મિતા સેનના ચાહકો તેને ફરી એકવાર એક્શન અવતારમાં જોવા આતુર છે. ફિલ્મ નિર્માતા રામ માધવાણીએ (Ram Madhvani)પુષ્ટિ કરી છે કે તે ફરી એકવાર 'આર્યા 3' સાથે ડિજિટલ પ્લેટફોર્મ (digital platform)પર ટકરાશે.

Join Our WhatsApp Community

ડચ ડ્રામા (dutch drama)શ્રેણી 'પેનોજા' પર આધારિત, ક્રાઇમ થ્રિલર (crime thriller)આર્યાની આસપાસ ફરે છે, જે માફિયા ગેંગમાં(mafia gang) જોડાય છે અને તેના પતિની હત્યાનો બદલો લેવા માટે ડોન બની જાય છે. શોની મુખ્ય અભિનેત્રી સુષ્મિતા સેને કહ્યું, “આ આર્યા સરીન માટે એક નવી સવાર છે અને તે નિર્ભય છે. સીઝન 3 માં તે એક જગ્યાએ જઈ રહી છે અને ભૂતકાળમાં આવેલા તમામ અવરોધોથી મુક્ત થઈને તેની વાર્તા શરૂ કરી રહી છે.

આ સમાચાર પણ વાંચો : કરણ જોહર કે હિના ખાન નહીં પરંતુ બોલિવૂડનો આ હેન્ડસમ હંક કરી શકે છે બિગ બોસ OTT 2ને હોસ્ટ

સુષ્મિતા આગળ જણાવે છે કે રામ માધવાણી (ram madhvani)સાથે તેની ભૂમિકાને ફરીથી રજૂ કરવા અને કામ કરવા માટે કેવું લાગે છે, 'આર્યની ભૂમિકાને ફરીથી રજૂ કરવી એ જૂની જીન્સ પહેરીને નવી મુસાફરી કરવા જેવું છે. રામ માધવાણી સાથે ફરી એકવાર કામ કરવું ખૂબ જ સરસ છે અને પ્રેક્ષકોએ 'આર્યા' (Arya)પર જે પ્રેમ અને પ્રશંસા વરસાવી છે તે પરત કરવા માટે રાહ જોઈ શકતા નથી. 'આર્ય સીઝન 3' ટૂંક સમયમાં ડિઝની+ હોટસ્ટાર પર સ્ટ્રીમિંગ થશે. તેમાં ચંદ્રચુર સિંહ, સિકંદર ખેર, અંકુર ભાટિયા અને વિકાસ કુમાર પણ સામેલ છે. આ સિરીઝ રામ માધવાણી ફિલ્મ્સના બેનર હેઠળ બની રહી છે.

Vijay Deverakonda Rashmika Mandanna Wedding Photos: લગ્ન બાદ વિજય દેવરકોંડાએ રશ્મિકા માટે લખી દિલ જીતી લે તેવી પોસ્ટ; તસવીરો જોઈને ફેન્સની આંખોમાં આવ્યા આંસુ!
Rishab Shetty Reaction Rashmika Wedding: રશ્મિકા મંદાનાના લગ્નના સવાલ પર ભડક્યા ઋષભ શેટ્ટી: એક્સ-મંગેતર રક્ષિત શેટ્ટીના મિત્રો હજુ પણ છે નારાજ? જાણો કન્નડ ઈન્ડસ્ટ્રીમાં શું છે વિવાદ
Bhoot Bangla First Song Ram Ji: અક્ષય કુમાર-પ્રિયદર્શનની સુપરહિટ જોડીનો જાદુ પરત ફર્યો! ‘ભૂત બંગલા’નું ધમાકેદાર સોંગ રિલીઝ, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
Arjun Tendulkar Sania Chandhok Pre-wedding: અર્જુન તેંડુલકરની દુલ્હને લૂંટી લાઈમલાઈટ! જામનગરમાં શરૂ થયો લગ્નનો ઉત્સવ; જાણો અંબાણી પરિવારે કેમ સંભાળી છે ખાસ જવાબદારી
Exit mobile version