News Continuous Bureau | Mumbai
Ramayana: નિતેશ તિવારી તેની ફિલ્મ રામાયણ ને લઈને ચર્ચામા છે. આ ફિલ્મ ની સ્ટારકાસ્ટ હજુ સુધી ફાઇનલ થઇ નથી. આ ફિલ્મ માં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે અને સાઈ પલ્લવી માતા સીતાના રોલમાં જોવા મળશે. હવે બોલિવૂડ સ્ટાર્સ ની વચ્ચે ફિલ્મ માં ટીવી સ્ટાર્સ ની પણ એન્ટ્રી થઇ રહી છે. થોડા સમય પહેલા રવિ દુબે નું નામ સામે આવ્યું હતું. હવે વધુ એક અભિનેતા નું નામ સામે આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Boney kapoor: બોની કપૂર ને દીકરી જ્હાન્વી કપૂર ના બોયફ્રેન્ડ પર છે અતૂટ વિશ્વાસ, નિર્દેશક એ શિખર પહાડીયા વિશે કહી આવી વાત
રામાયણ માં થઇ અમિત અંતીલ ની એન્ટ્રી!
ફિલ્મ રામાયણ માટે ઘણા કલાકારો ના કાસ્ટિંગ પર કામ ચાલી રહ્યું છે. આ બધાં ની વચ્ચે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, ટીવી સિરિયલ કલશ… એક વિશ્વાસ અભિનેતા અમિત અંતિલને રામાયણમાં સ્થાન મળ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ આ ફિલ્મમાં તેને ખાસ રોલ માટે લેવામાં આવ્યો છે. જો કે, અમિત અંતિલની ભૂમિકા હજુ સુધી જાહેર કરવામાં આવી નથી અને ન તો અભિનેતાએ આ સમાચાર પર પોતાની પ્રતિક્રિયા આપી છે, પરંતુ આ સમાચારે અમિત અંતિલના ચાહકોને ખુશ કરી દીધા છે.