Ramayana: રણબીર કપૂર ની રામાયણ માં થઇ આ ઓસ્કાર વિનર ની એન્ટ્રી! એ આર રહેમાન સાથે ની તસવીર જોઈ ચાહકો નો વધ્યો ઉત્સાહ

Ramayana: રણબીર કપૂર ની રામાયણ તેની કાસ્ટિંગ ને કારણે ચર્ચામા છે. આ ફિલ્મ ની કાસ્ટિંગ ને લઈને રોજ નવા અપડેટ આવતા રહે છે. હવે આ ફિલ્મ ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.મીડિયા રિપોર્ટ મુજબ આ ફિલ્મ માં ઓસ્કાર વિજેતા ની એન્ટ્રી થઇ છે

by Zalak Parikh
ramayana oscar winner musician hans zimmer may bollywood debut from ranbir kapoor film

News Continuous Bureau | Mumbai 

Ramayana:  નિતેશ તિવારી એ જ્યારથી રામાયણ ની જાહેરાત કરી છે ત્યારથી આ ફિલ્મ ચર્ચામા છે. આ ફિલ્મ માં રણબીર કપૂર, સાઈ પલ્લવી, યશ, સની દેઓલ, અરુણ ગોવિલ અને લારા દત્તા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ નું શૂટિંગ પણ શરૂ થઇ ગયું છે જેની તસવીરો વાયરલ થઇ રહી છે. હવે આ ફિલ્મ ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ રણબીર કપૂર ની ફિલ્મ રામાયણ માં ઓસ્કાર વિજેતા સંગીતકાર હંસ ઝિમર ની એન્ટ્રી થઇ છે.  

આ સમાચાર પણ વાંચો : Teri baaton main aisa uljha jiya:થિયેટર બાદ હવે ઓટીટી પર ધૂમ મચાવવા તૈયાર ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો શાહિદ કપૂર ની ફિલ્મ

 

રામાયણ માં થઇ ઓસ્કાર વિજેતા સંગીતકાર હંસ ઝિમર ની એન્ટ્રી

મીડિયા રિપોર્ટ મુજબ નિતેશ તિવારી ની ફિલ્મ રામાયણ માં ઓસ્કાર વિજેતા સંગીતકાર હંસ ઝિમર ને એન્ટ્રી થઇ ગઈ છે. હંસ ઝિમર અને એઆર રહેમાન મળ્યા છે. હંસ ઝિમર ફિલ્મ ‘રામાયણ’થી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે.આના પરથી સાબિત થાય છે કે, નિતેશ તિવારી પોતાની ફિલ્મ માટે કોઈ કસર છોડવા માંગતા નથી.


મીડિયા રિપોર્ટ માં એવું કહેવામાં આવી રહ્યું છે કે, ફિલ્મ ‘રામાયણ’ની સત્તાવાર જાહેરાત રામ નવમી એટલે કે 17 એપ્રિલ, 2024ના રોજ થઈ શકે છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More