Adah sharma: શું અદા શર્મા એ ખરીદી લીધું સુશાંત સિંહ રાજપૂત નું ઘર? અભિનેત્રી એ આ વાત નો ખુલાસો કરતા કહી આવી વાત

Adah sharma: જ્યારથી અદા શર્મા ને સુશાંત સિંહ રાજપૂત ના ઘર ની બહાર સ્પોટ કરવામાં આવી હતી ત્યારથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અદા શર્મા એ સુશાંત સિંહ રાજપૂત નું ઘર ખરીદી લીધું છે. હવે અભિનેત્રી અદા શર્મા એ આ વાતનો ખુલાસો કર્યો છે.

by Zalak Parikh
adah sharma spokes on buying sushant singh rajput house

News Continuous Bureau | Mumbai 

Adah sharma: બોલિવૂડ અભિનેત્રી અદા શર્મા ‘ધ કેરળ સ્ટોરી’ પછી લાઈમલાઈટ માં આવી હતી. આ ફિલ્મ માં તેના અભિનય ના ખુબ વખાણ કરવામાં આવ્યા હતા. હવે વધુ એક વખત અદા શર્મા ચર્ચામાં આવી છે. વાસ્તવ માં જ્યારથી અદા શર્મા ને દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના એપાર્ટમેન્ટની બહાર જોવા મળી છે ત્યારથી એવું કેહવામાં આવી રહ્યું છે કે અદા શર્મા એ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત નું ઘર ખરીદી લીધું છે. હવે અદા શર્માએ આખરે આ મુદ્દે પહેલીવાર વાત કરી છે.

આ સમાચાર પણ વાંચો : Maidaan: અજય દેવગણ ની ફિલ્મ મેદાન પર મહેરબાન થયું સેન્સર બોર્ડ, એક પણ કટ વગર આપ્યું U/A સર્ટિફિકેટ, જાણો ફિલ્મ ના રનટાઇમ વિશે

અદા શર્મા એ સુશાંત ના ઘર ને લઈને કર્યો ખુલાસો 

મીડિયા ને આપેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન અદા ને પૂછવામાં આવ્યું કે શું તે સુશાંત નોએપાર્ટમેન્ટ ખરીદવા જઈ રહી છે, તો તેના જવાબ માં અભિનેત્રી એ કહ્યું, ”હાલ તો હું એટલું જ કહેવા માંગુ છું કે હું કરોડો લોકોના દિલમાં રહું છું. હું તેના વિશે વાત કરીશ, પરંતુ હમણાં નહીં.’ જ્યારે તેને સુશાંતના એપાર્ટમેન્ટ વિશે ફરીથી પૂછવામાં આવ્યું ત્યારે અદા એ કહ્યું, ‘દરેક વસ્તુ વિશે બોલવાનો યોગ્ય સમય હોય છે. જ્યારે હું તે સ્થળ જોવા ગઈ ત્યારે મીડિયા તરફથી મળેલા ધ્યાને મને ભાવુક બનાવી દીધા હતી.. હું ખૂબ જ ખાનગી વ્યક્તિ છું. હું મારી ફિલ્મો દ્વારા લોકોની નજરમાં રહેવાનું પસંદ કરું છું, પરંતુ અન્ય બાબતોને ખાનગી રાખવા માંગુ છું. હું મારી ગોપનીયતાનું રક્ષણ કરવા માંગુ છું.’


આ ઉપરાંત અદા શર્મા એ સુશાંત સિંહ રાજપૂત વિશે વાત કરતા જણાવ્યું કે, મને એમ પણ લાગતું હતું કે એવી વ્યક્તિ વિશે વાત કરવી ખોટી છે જે હવે આ દુનિયામાં નથી, જેણે આવી સુંદર ફિલ્મો કરી છે. તે એક એવો અભિનેતા છે જેમના માટે મને ઘણું સન્માન છે, તેથી જ્યાં તેમનું સન્માન થાય છે ત્યાં હું બધું જ રાખવા માંગુ છું.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More