News Continuous Bureau | Mumbai
Ramayana: નિતેશ તિવારી તેની ફિલ્મ ‘રામાયણ’ ને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મને લઈને રોજ નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે. અગાઉ ફિલ્મ ની સ્ટાર કાસ્ટ ને લઈને ચર્ચા ચાલુ હતી. ઘણા મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મ માં રણબીર કપૂર, સાઈ પલ્લવી, સની દેઓલ, લારા દત્તા, બોબી દેઓલ, સાઉથ સુપરસ્ટાર યશ જેવા મોટા કલાકારો જોવા મળવાના છે., હવે ફિલ્મ ને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે નિતેશ તિવારીની ‘રામાયણ’ ત્રણ ભાગમાં બનાવવામાં આવશે. તેમજ એ પણ જણાવવામાં આવ્યું છે કે ફિલ્મનો પહેલો ભાગ કેવી રીતે સમાપ્ત થશે.
આ સમાચાર પણ વાંચો : Adil khan: આદિલ ખાને કરી લીધા લગ્ન, શેર કરી આ અભિનેત્રી સાથે ની નિકાહ ની તસવીરો, જોતી રહી ગઈ રાખી સાવંત
રામાયણ ના પહેલા પાર્ટ નો છેલ્લો સીન
મીડિયા રિપોર્ટ મુજબ નિતેશ તિવારી ની રામાયણ ત્રણ ભાગ માં રિલીઝ થશે,. આવી સ્થિતિમાં, રિપોર્ટ્સ અનુસાર, પહેલા ભાગમાં રામના બાળપણથી લઈને સીતા સાથેના તેમના લગ્ન અને પછી તેમના 14 વર્ષનો વનવાસ બતાવવામાં આવશે. પહેલો ભાગ રાવણ દ્વારા સીતાનું કપટથી અપહરણ કરીને સમાપ્ત થશે. જો રિપોર્ટ્સનું માનીએ તો બીજા ભાગમાં હનુમાનને રામ અને લક્ષ્મણ સાથે મળતા બતાવવામાં આવશે.તમને જણાવી દઈએ કે નિતેશ તિવારીની ‘રામાયણ’ના પહેલા ભાગને લઈને હજુ સુધી સત્તાવાર રીતે કંઈપણ જાહેર કરવામાં આવ્યું નથી.