News Continuous Bureau | Mumbai
Kalki 2898 ad: કલ્કિ 2898 એડી ની પ્રિ રિલીઝ ઇવેન્ટ માં દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન, પ્રભાસ, કમલ હસન અને રાણા દગ્ગુબાતી એ હાજરી આપી હતી. જેમાં દીપિકા તેના બેબી બમ્પ ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. આ ઈવેન્ટમાં દીપિકા પાદુકોણ થી લઈને પ્રભાસ, અમિતાભ બચ્ચન અને કમલ હસન સુધીની આખી સ્ટાર કાસ્ટ એક મંચ પર જોવા મળી હતી. આ દરમિયાન દીપિકા મજાક ના મૂડ માં જોવા મળી હતી તેને તેના વધતા બેબી બમ્પ નો ઉલ્લેખ કરતા પ્રભાસ નું નામ લીધું હતું દરમિયાન રાણા દગ્ગુબાતી એ પણ અભિનેત્રી ની પ્રેગ્નેન્સી પર મજાક કરતો જોવા મળ્યો હતો.
આ સમાચાર પણ વાંચો: Kapil dev: ચંદુ ચેમ્પિયન જોઈને ભાવુક થયો કપિલ દેવ, કાર્તિક આર્યન ની ફિલ્મ વિશે કહી આવી વાત
દીપિકા પાદુકોણ એ તેના બેબી બમ્પ વિશે કરી વાત
દીપિકા પાદુકોણ કલ્કિ 2898 એડીમાં માતાની ભૂમિકા ભજવી રહી છે.આ દરમિયાન રાણા દગ્ગુબાતીએ દીપિકાને તેની પ્રેગ્નન્સી વિશે ચીડવતા પૂછ્યું- ‘શું તમે નક્કી કર્યું છે કે ફિલ્મ પછી પણ તમે તમારા પાત્રમાં જ રહેશો?’ આના પર દીપિકાએ હસીને કહ્યું, “હા, આ ફિલ્મને બનાવવામાં ત્રણ વર્ષનો સમય લાગ્યો, તો મેં વિચાર્યું કે શા માટે બેબી બમ્પને થોડા વધુ મહિના સુધી તેને કેરી કરી લઈએ.”
#DeepikaPadukone – I’m like this because of all the food he’s fed me!
It got to a point, it wasn’t just food coming from home, there was like full catering service! #Prabhas #Kalki2898AD pic.twitter.com/epeAEsJSFz
— Gulte (@GulteOfficial) June 19, 2024
આ ઇવેન્ટ માં દીપિકા એ પ્રભાસ સાથે મજાક કરતા કહ્યું કે, “પ્રભાસે મને ખવડાવેલા ખોરાકને લીધે હું આવી છું. દરરોજ, અમુક સમયે, એવું લાગતું હતું કે તેમના ઘરેથી માત્ર ખાવાનું જ આવતું નથી, પરંતુ તે સંપૂર્ણ કેટરિંગ સેવા જેવું હતું. તે દિવસની ખાસ વાત એ હતી કે ‘પ્રભાસ બધાને શું ખવડાવે છે?’ જેઓ તેને સારી રીતે ઓળખે છે તેઓ જાણે છે કે તે હૃદયથી ખવડાવે છે.”
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)