News Continuous Bureau | Mumbai
અભિનેતા રાણા દગગુબતી (Rana Daggubati) એ તેમના “સૌથી ખરાબ એરલાઇન (Airlines) અનુભવ” તરીકે ઈન્ડિગો (Indigo) ની ટીકા કરી હતી. પોતાના સોશિયલ મીડિયાના (Social media) એકાઉન્ટથી તેમણે લખ્યું હતું કે આ એરલાઇન લોકોનો સારામાં સારી રીતે હેન્ડલ નથી કરતી. આટલું જ નહીં પરંતુ તેમનો સામાન ખોવાઈ ગયા પછી ગ્રાઉન્ડ સ્ટાફ પાસે તે પાછો શી રીતે મેળવવો તેની કોઈ અટકળ પણ નથી. આ સાથે જ તેમણે એરલાઇન્સને રિક્વેસ્ટ કરી હતી કે વહેલામાં વહેલી તકે તેમનો સામાન તેમના ઘરે પહોંચાડવામાં આવે.
અભિનેતાના આ ટ્વિટ પછી સોશિયલ મીડિયા પર ટીકાઓનો વરસાદ વરસી પડયો હતો. લોકો એરલાઇન્સને સારી પેઠે આડા હાથે લીધી હતી. જો કે એરલાઇન્સે અભિનેતાની માફી માંગી હતી.
આ સમાચાર પણ વાંચો: આ શુભ અવસર પર મુંબઈ શહેરવાસીઓને મળશે અભૂતપૂર્વ ભેટ, મુંબઈમાં એસી ડબલ ડેકર બસ દોડશે. જાણો વિગત.