News Continuous Bureau | Mumbai
Ranbir Bobby and Rashmika: રણબીર કપૂર, બોબી દેઓલ, અને રશ્મિકા મંદન્ના તેમની ફિલ્મ એનિમલ ની સફળતાનો આનંદ માણી રહ્યાં છે. આ ફિલ્મે 500 કરોડ નો આંકડો પાર કરી લીધો છે. લોકો આ ફિલ્મ ને ખુબ પસંદ કરી રહ્યા છે. રણબીર અને બોબી ના અભિનય ની પ્રશંસા વચ્ચે, એક વિડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં ફિલ્મ એનિમલ ની ટીમને પ્રાઈવેટ જેટ માં કેબિન ક્રૂ મેમ્બરના શર્ટ પર ઓટોગ્રાફ આપતા જોઈ શકાય છે.
રણબીર, બોબી અને રશ્મિકા એ આપ્યો ઓટોગ્રાફ
ગીતા છેત્રી, જે એક ફ્લાઇટ એટેન્ડન્ટ છે, તેણે તાજેતરમાં એક વિડીયો શેર કર્યો છે જેમાં ફિલ્મ એનિમલ ની સ્ટાર કાસ્ટ લક્ઝુરિયસ પ્રાઇવેટ પ્લેનમાં મુસાફરી કરતી જોવા મળે છે. ક્લિપમાં ફિલ્મના કલાકારો અને દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગા ફ્લાઇટ એટેન્ડન્ટના સફેદ શર્ટ પર એક પછી એક તેમના ઓટોગ્રાફ આપતા જોવા મળે છે. ફ્લાઇટ એટેન્ડન્ટ પણ તે બધા સાથે નિખાલસ વાતચીતમાં વ્યસ્ત જોવા મળે છે.
View this post on Instagram
સંદીપ રેડ્ડી વાંગા દ્વારા દિગ્દર્શિત ફિલ્મ એનિમલ એક એક્શન-ડ્રામા છે જેમાં પિતા-પુત્રના જટિલ સંબંધો છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, બોબી દેઓલ, અનિલ કપૂર, રશ્મિકા મંદન્ના, શક્તિ કપૂર, તૃપ્તિ ડિમરી, માનસી ટક્સક, સુરેશ ઓબેરોય અને સિદ્ધાંત કર્ણિક પણ છે.
આ સમાચાર પણ વાંચો : Urfi javed: ઉર્ફી જાવેદે કરી બોલ્ડનેસની તમામ હદ પાર, માત્ર આ વસ્તુ થી ઢાંક્યું પોતાનું શરીર, અભિનેત્રી ની સેમી ન્યૂડ તસવીર થઇ વાયરલ