News Continuous Bureau | Mumbai
Ram mandir: અયોધ્યામાં રામ મંદિર ના ઉદ્ઘાટન ની તૈયારીઓ જોર શોર માં ચાલી રહી છે. આ ઉદ્ઘાટન માં માત્ર થોડા જ દિવસો બાકી છે. આ પ્રંસંગ માં સામેલ થવા બોલિવૂડ, સાઉથ ઇન્ડસ્ટ્રી અને રાજકીય જગત ને અનેક હસ્તીઓને આમંત્રણ આપવાંમાં આવ્યું છે. આ કાર્યક્રમમાં માધુરી દીક્ષિત, અમિતાભ બચ્ચન, રજનીકાંત, પ્રભાસ, અનુપમ ખેર, અજય દેવગણ, મધુર ભંડારકર, સંજય લીલા ભણસાલી, સની દેઓલ કંગના રનૌત, સોનુ નિગમ જેવા સેલેબ્રીટી ની આમંત્રણ આપવામાં આવ્યું છે. હવે આ લિસ્ટ માં રણબીર અને આલિયા પણ સામેલ થઇ ગયા છે.
રણબીર આલિયા ને મળ્યું આમંત્રણ
રણબીર કપૂર ને આલિયા ભટ્ટ ને અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહનું આમંત્રણ મળ્યું છે. શ્રી રામ જન્મભૂમિ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે બોલિવૂડ ના આ પાવર કપલ ને આરએસએસના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકર, આરએસએસ કોંકણના પ્રાંતીય પ્રચાર પ્રમુખ અજય મુડપે અને નિર્માતા મહાવીર જૈન તરફથી આમંત્રણ મળ્યું છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ને અલગ અલગ આમંત્રણ મળ્યું છે. દંપતી ની આમંત્રણ સ્વીકારતી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
Actors Ranbir Kapoor and Alia Bhatt received an invitation to attend the consecration ceremony of Ram Temple on January 22nd in Ayodhya. pic.twitter.com/UaQD2xYpd8
— ANI (@ANI) January 7, 2024
તમને જણાવી દઈએ કે ભવ્ય શ્રી રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરીએ થવા જઈ રહ્યું છે. જેમાં દેશની અનેક મોટી હસ્તીઓ ભાગ લેશે. દેશના કુલ સાત હજાર પ્રતિષ્ઠિત લોકોને આ આમંત્રણ પત્રિકા આપવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : Ira khan wedding: લગ્ન બાદ ઇરા ના બદલાયા સુર,પતિ નૂપુર શિખરે ને બધાની વચ્ચે કહી આવી વાત, ઉપસ્થિત મહેમાનો ની છૂટી પડી હસી, જુઓ વિડિયો