Double Decker AC Bus : ગુજરાત એસ.ટી નિગમની અતિઆધુનિક “Double Decker AC Electric Bus”નું મુખ્યમંશ્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીથી લોન્ચિંગ કર્યું

Double Decker AC Bus Electric Double Decker Bus of GSRTC launched at GIFT City Gujarat
Double Decker AC Bus Electric Double Decker Bus of GSRTC launched at GIFT City Gujarat

 News Continuous Bureau | Mumbai

Double Decker AC Bus

  •  વાહનવ્યવહાર રાજ્યમંત્રીશ્રી હર્ષસંઘવીની પ્રેરક ઉપસ્થિતિ
  • સોમવારથી આવી બે બસોનું વાઈબ્રન્ટ સમિટ-2024ના ભાગરૂપે સંચાલન કરાશે
  • મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-એસ.ટી. દ્વારા રાજ્યમાં સૌ પ્રથમવાર સેવામાં મૂકાઈ રહેલી અતિઆધુનિક ડબલ ડેકર એસી ઈલેક્ટ્રિક બસનું લોચિંગ કર્યું હતું.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ( PM Modi ) એ અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ કનેક્ટિવિટી અને અસરકારક પબ્લિક ટ્રાન્સપોર્ટેશનને ગતિશક્તિની આધારશીલા ગણાવી છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ( CM Bhupendra Patel ) ના નેતૃત્વ અને વાહન વ્યવહાર મંત્રીશ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત એસ.ટી. નિગમે વડાપ્રધાનશ્રીના આ વિચારને સાકાર કર્યો છે. આ જ શ્રૃંખલામાં મુસાફરલક્ષી વધુ એક સેવાનો પ્રારંભ આ ડબલ ડેકર એવી ઈલેક્ટ્રિક બસ ( Electric Bus ) ના લોચિંગથી થયો છે.

માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આવી પાંચ અતિઆધુનિક ડબલ ડેકર એસી ઈલેક્ટ્રિક બસ ( electric double decker bus ) ખરીદીનું આયોજન છે. તે પૈકીની બે બસોનું લોન્ચિંગ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વાઈબ્રન્ટ સમિટ-2024ની પ્રી-ઈવેન્ટરૂપે ગિફ્ટ સિટીથી કર્યું હતું. આ બસસેવાઓનું વાઈબ્રન્ટ સમિટના ભાગરૂપે સોમવાર 8મી જાન્યુઆરીથી ગિફ્ટ સિટી ( Gift City ) થી મહાત્મા મંદિર સુધી સંચાલન કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Surat : સુરત રેલવે સ્ટેશન ખાતે એલિવેટેડ રોડના વિકાસ કાર્યોને રેલવે વિભાગની મંજૂરી: રૂ. 496.98 કરોડના ખર્ચે એલિવેટેડ રોડ બનશે

એટલું જ નહીં, વાઈબ્રન્ટ સમિટ પછી સરખેજ-ગાંધીનગર-ગિફ્ટ સિટી રૂટ પર તેનું પ્રાથમિક સંચાલન નિગમ દ્વારા કરવામાં આવશે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ ડબલ ડેકર એસી ઈલેક્ટ્રિક બસનું લોન્ચિંગ કર્યું તે અવસરે વાહનવ્યવહાર મંત્રીશ્રી હર્ષ સંઘવી, ગિફ્ટ સિટીના ચેરમેનશ્રી ડો. હસમુખ અઢિયા, ગિફ્ટના એમ.ડી.શ્રી તપન રે તથા વાહનવ્યવહાર અને બંદરો તથા મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી એમ.કે. દાસ, એસ.ટી. નિગમના વહીવટી સંચાલકશ્રી એમ.એ. ગાંધી અને વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

By kalpana Verat

Kalpana Verat, a seasoned journalist, possesses more than 5 years of expertise in both reporting and editing, contributing significantly to the field of journalism.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!