Ram mandir: શ્રી રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા ના આમંત્રણ ની સૂચિ માં સામેલ થયું બોલિવૂડ ના આ કપલ નું નામ, પત્રિકા સ્વીકારતી તસવીરો થઇ વાયરલ

Ram mandir: અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરીએ થવા જઈ રહ્યું છે. આ પ્રસંગે માત્ર રાજકીય જગતની જ નહીં પરંતુ ફિલ્મ જગતની પણ અનેક હસ્તીઓને આમંત્રણ મોકલવામાં આવ્યા છે. આ લિસ્ટમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનું નામ પણ સામેલ થઈ ગયું છે.

by Zalak Parikh
ranbir kapoor and alia bhatt received invitation to ayodhya ram mandir pran pratishtha

News Continuous Bureau | Mumbai 

Ram mandir: અયોધ્યામાં રામ મંદિર ના ઉદ્ઘાટન ની તૈયારીઓ જોર શોર માં ચાલી રહી છે. આ ઉદ્ઘાટન માં માત્ર થોડા જ દિવસો બાકી છે. આ પ્રંસંગ માં સામેલ થવા બોલિવૂડ, સાઉથ ઇન્ડસ્ટ્રી અને રાજકીય જગત ને અનેક હસ્તીઓને આમંત્રણ આપવાંમાં આવ્યું છે. આ કાર્યક્રમમાં માધુરી દીક્ષિત, અમિતાભ બચ્ચન, રજનીકાંત, પ્રભાસ, અનુપમ ખેર, અજય દેવગણ, મધુર ભંડારકર, સંજય લીલા ભણસાલી, સની દેઓલ કંગના રનૌત, સોનુ નિગમ જેવા સેલેબ્રીટી ની આમંત્રણ આપવામાં આવ્યું છે. હવે આ લિસ્ટ માં રણબીર અને આલિયા પણ સામેલ થઇ ગયા છે. 

 

રણબીર આલિયા  ને મળ્યું આમંત્રણ 

રણબીર કપૂર ને આલિયા ભટ્ટ ને અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહનું આમંત્રણ મળ્યું છે. શ્રી રામ જન્મભૂમિ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે બોલિવૂડ ના આ પાવર કપલ ને આરએસએસના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકર, આરએસએસ કોંકણના પ્રાંતીય પ્રચાર પ્રમુખ અજય મુડપે અને નિર્માતા મહાવીર જૈન તરફથી આમંત્રણ મળ્યું  છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ને અલગ અલગ આમંત્રણ મળ્યું છે. દંપતી ની આમંત્રણ સ્વીકારતી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.  


તમને જણાવી દઈએ કે ભવ્ય શ્રી રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરીએ થવા જઈ રહ્યું છે. જેમાં દેશની અનેક મોટી હસ્તીઓ ભાગ લેશે. દેશના કુલ સાત હજાર પ્રતિષ્ઠિત લોકોને આ આમંત્રણ પત્રિકા આપવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : Ira khan wedding: લગ્ન બાદ ઇરા ના બદલાયા સુર,પતિ નૂપુર શિખરે ને બધાની વચ્ચે કહી આવી વાત, ઉપસ્થિત મહેમાનો ની છૂટી પડી હસી, જુઓ વિડિયો

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More