Site icon

રણબીર કપૂરે આલિયા ભટ્ટને કહી ‘ઇકો-ફ્રેન્ડલી ક્રેકર’, જાણો તેની પાછળનું કારણ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,1 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

શનિવાર

બોલિવૂડના સૌથી લોકપ્રિય અને સ્વીટ કપલની વાત કરીએ તો તેમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટનું નામ ચોક્કસથી લેવામાં આવશે. જ્યારે રણબીર અને આલિયા અલગ-અલગ પ્રસંગોએ સાથે જોવા મળે છે ત્યારે તેમની તસવીરો અને વીડિયો વાયરલ થઈ જાય છે. રણબીર અને આલિયા જાહેરમાં પણ એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે. તાજેતરમાં, આ કપલ એક ટીવી શોમાં પહોંચ્યું હતું જ્યાં બંનેએ એકબીજાના જોરદાર વખાણ કર્યા હતા.

શો દરમિયાન આલિયાને પૂછવામાં આવ્યું કે રણબીર કપૂરની સુપરપાવર શું છે? જવાબમાં આલિયાએ કહ્યું કે રણબીરનો શાંત સ્વભાવ તેની સુપરપાવર છે. તેણે કહ્યું કે જ્યારે પણ તે પરેશાન થાય છે ત્યારે રણબીર તેને શાંત રહેવાનું કહે છે. આલિયાએ કહ્યું, 'રણબીર એવા લોકોમાંથી એક છે જે તોફાન માં પણ શાંત રહે છે અને આ તેની સુપરપાવર છે.'આ પછી રણબીર કપૂરે આલિયા ભટ્ટ તરફ પોતાનો મુદ્દો ઉમેર્યો અને કહ્યું કે તે એવો  ફટાકડો  છે જે ઇકો-ફ્રેન્ડલી છે. તે લક્ષ્મી બોમ્બ છે, તે ચકલી, અનાર અને બધું જ છે. તેણી હંમેશા બ્લાસ્ટ કરે છે.રણબીરે આલિયાના વખાણ કરતા કહ્યું કે જ્યારે આલિયા કોઈની આસપાસ હોય ત્યારે તેણે શાંત રહેવું જોઈએ કારણ કે તે જલ્દી નારાજ થઈ જાય છે.

સંજય લીલા ભણસાલીએ પીઢ અભિનેત્રી મુમતાઝને ‘હીરામંડી’ ની મહત્વની ભૂમિકાની કરી ઓફર, અભિનેત્રીએ આ કારણ આગળ ધરી ને પાડી ના; જાણો વિગત

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, રણબીર અને આલિયા પહેલીવાર અયાન મુખર્જીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં સાથે જોવા મળશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, મૌની રોય, ડિમ્પલ કાપડિયા અને નાગાર્જુન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 9 સપ્ટેમ્બર 2022ના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મ સિવાય જ્યાં આલિયા ટૂંક સમયમાં 'હીરામંડી' અને 'RRR'માં જોવા મળશે, ત્યાં રણબીર કપૂર 'શમશેરા' અને 'એનિમલ'માં પણ જોવા મળશે.

 

Kamini Kaushal passes away: બોલિવૂડના દિગ્ગજ અભિનેત્રી કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન.
De De Pyaar De 2 Review: તમે પણ વિકેન્ડ માં દે દે પ્યાર દે ર જોવા નું વિચારી રહ્યા છો તો ટિકિટ બુક કરાવતા પહેલા વાંચી લો ફિલ્મ નો રીવ્યુ
Dharmendra ICU Video Leak: ધર્મેન્દ્રનો ICU વીડિયો વાયરલ કરનાર હોસ્પિટલ સ્ટાફની ધરપકડ, પ્રાઇવસી ભંગ બદલ પોલીસની કાર્યવાહી
Jaya Bachchan: ફરી પાપારાઝી પર ગુસ્સે થઇ જયા બચ્ચન, ફોટો લેવા ને લઈને કહી આવી વાત
Exit mobile version