News Continuous Bureau | Mumbai
Ranbir kapoor: બોલિવૂડ એક્ટર રણબીર કપૂર 41 વર્ષ નો થઇ ગયો છે. આ અવસર પર અભિનેતાએ તેના ચાહકો અને પાપારાઝી સાથે કેક કાપીને આ ખાસ અવસરની ઉજવણી કરી હતી. રજેના ઘણા ફોટા અને વીડિયો સામે આવ્યા છે. આ દરમિયાન રણબીર કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યો હતો, તેણે જીન્સ સાથે ગ્રે સ્વેટશર્ટ પહેર્યું હતું.
રણબીર કપૂરે કાપી કેક
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં રણબીર કપૂર તેના ચાહકો સાથે તેનો 41મો જન્મદિવસ મનાવતો જોઈ શકાય છે. આ વીડિયોમાં અભિનેતા કેક કાપતા, સેલ્ફી ક્લિક કરતા અને ઓટોગ્રાફ આપતો જોઈ શકાય છે. આ દરમિયાન રણબીરે જીન્સ સાથે ગ્રે સ્વેટશર્ટ પહેર્યું હતું.ઈન્ડસ્ટ્રીના તમામ સેલેબ્સ ઉપરાંત તેના ફેન્સ રણબીરને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. અભિનેતાની પત્ની આલિયા ભટ્ટ અને બહેન કરીના કપૂર સહિત ઘણા સ્ટાર્સે સોશિયલ મીડિયા પર પર પોસ્ટ શેર કરીને રણબીર ને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
View this post on Instagram
રણબીર કપૂર માટે ખાસ હતો તેનો જન્મદિવસ
રણબીર કપૂર નો 41મો જન્મદિવસ તેના માટે ખૂબ ખાસ હતો. આ અવસર પર ફિલ્મના નિર્માતાઓએ તેના જન્મદિવસને વધુ શાનદાર બનાવવા માટે ‘એનિમલ’ નું ટીઝર રિલીઝ કર્યું હતું. આ ફિલ્મમાં રણબીરનો લુક ખૂબ જ શાનદાર છે.
આ સમાચાર પણ વાંચો : TMKOC: શું તારક મહેતા છોડ્યા પછી પણ જેઠાલાલ એટલે કે દિલીપ જોશી ના ‘પરમમિત્ર’ છે મહેતા સાહેબ, શૈલેષ લોઢા એ કર્યો ખુલાસો