News Continuous Bureau | Mumbai
Ranbir kapoor: રણબીર કપૂર તેની ફિલ્મ એનિમલ ની સફળતા નો આનંદ માણી રહ્યો છે. હાલમાં રણબીર કપૂર તેના કપૂર પરિવાર સાથે ક્રિસમસ લંચ ની ઉજવણી કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન રણબીર અને આલિયા એ પહેલીવાર તેમની દીકરી રાહા ની ઝલક બતાવી હતી.હવે રણબીર કપૂર નો ક્રિસમસ સેલિબ્રેશન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જે ચર્ચાનો વિષય બન્યો છે. જેના કારણે રણબીર સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે.
રણબીર કપૂર નો વાયરલ વિડીયો
રણબીર કપૂર ના ક્રિસમસ સેલિબ્રેશન ના વિડીયો એ સોશિયલ મીડિયા પર હંગામો મચ્યો છે. આ વિડીયો માં પૂરો કપૂર પોરિવાર ડાઇનિંગ ટેબલ પર બેઠો છે. અને જહાન કપૂર કેક પર શરાબ રેડે છે અને રણબીર કપૂર લાઇટર વડે કેક ને આગ લગાવતા જય માતાજી બોલે છે.રણબીર ની આ હરકત લોકો ને બિલકુલ પસંદ આવી નથી. રણબીર પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. આ ઉપરાંત તેને સોશિયલ મીડિયા પર પણ ઘણો ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
Saying “Jai mata di” while cutting cake, the way Ranbir Kapoor is giving us pure sanatan dharma vibes 👑❤️pic.twitter.com/W1YB9cP1vE
— Sia⋆ (@siappaa_) December 25, 2023
રણબીર કપૂર ના વાયરલ વિડીયો જોયા બાદ આ અંગે મુંબઈના પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. એક વ્યક્તિ એ પોતાના બે વકીલો દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ માં કહેવામાં આવ્યું છે કે,હિંદુ ધર્મમાં, અન્ય દેવતા નું આહવાન કરતા પહેલા અગ્નિ દેવતા નું આહવાન કરવામાં આવે છે, પરંતુ કપૂર અને તેના પરિવારના સભ્યોએ જાણી જોઈને નશીલા પદાર્થ નો ઉપયોગ કર્યો હતો અને અન્ય ધર્મના તહેવારની ઉજવણી કરતી વખતે જય માતાજી ના નારા લગાવ્યા હતા. આરોપ છે કે આનાથી ફરિયાદીની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે.જો કે આ કેસમાં હજુ સુધી કોઈ ફર્સ્ટ ઈન્ફોર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરવામાં આવ્યો નથી.
આ સમાચાર પણ વાંચો : Ranbir kapoor: કપૂર પરિવાર ની ક્રિસમસ લંચ પાર્ટી માં રણબીર કપૂરે કર્યું એવું કામ કે થઇ ગયો ટ્રોલ, જુઓ વિડીયો