News Continuous Bureau | Mumbai
Ramayana: બોલીવૂડ એક્ટર રણબીર કપૂર ની આગામી ફિલ્મ ‘રામાયણ’ની પહેલી ઝલક ફિલ્મ ક્રિટિક તરણ આદર્શ એ જોઈ છે. 3 જુલાઈના રોજ ફિલ્મ નો લોગો રિલીઝ થવાનો છે, તે પહેલાં તરણ આદર્શે 7 મિનિટના વિઝ્યુઅલ્સ જોઈને ફિલ્મ વિશે પોતાનો રિવ્યૂ આપ્યું છે. તેમણે લખ્યું કે ‘રામાયણ’ માત્ર આજ માટે નહીં, પણ આવનારી પેઢીઓ માટે પણ મહત્વપૂર્ણ ફિલ્મ બનશે.
આ સમાચાર પણ વાંચો : Shefali Jariwala: આજ રોજ આવી શકે છે શેફાલી જરીવાલાની પોસ્ટમોર્ટમ રિપોર્ટ, પોલીસ તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા
તરણ આદર્શે ‘રામાયણ’ વિશે શું કહ્યું?
તરણ આદર્શે એક્સ (X) પર લખ્યું: “જય શ્રી રામ…હમણાં જ ‘રામાયણ’ની પહેલી ઝલક અને 7 મિનિટનું વિઝન શોરીલ જોયું. આ ટાઈમલેસ કહાની ની ઝલક તમને આશ્ચર્યચકિત કરી દેશે…મજબૂત લાગણી.” તેમણે ઉમેર્યું કે ‘રામાયણ’ બોક્સ ઓફિસ પર તોફાન લાવશે અને આ ફિલ્મ આવનારી પેઢી માટે પણ યાદગાર રહેશે.
#JaiShriRam… Just watched the first glimpse and a 7-minute vision showreel of the most-awaited epic – #Ramayana.
This glimpse of the timeless saga leaves you awestruck… Strong feeling: #Ramayana is not just a film for today, but for generations to come… #Boxoffice hurricane… pic.twitter.com/yJ1UcbOynZ
— taran adarsh (@taran_adarsh) July 1, 2025
‘રામાયણ’માં રણબીર કપૂર ભગવાન રામ નું પાત્ર ભજવી રહ્યો છે, જ્યારે સાઈ પલ્લવી માતા સીતા તરીકે જોવ મળશે. આ ફિલ્મ નોલોગો 3 જુલાઈના રોજ રિલીઝ થશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)