ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 ઑગસ્ટ, 2021
શુક્રવાર
બૉલિવુડ ફિલ્મ નિર્માતા મધુ મંટેના ટૂંક સમયમાં રામાયણ પર આધારિત મોટા બજેટની ફિલ્મ લૉન્ચ કરવા જઈ રહ્યા છે, જેમાં ભારતીય સિનેમાની સૌથી મોટી સ્ટારકાસ્ટ જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન દંગલના નિર્દેશક નિતેશ તિવારી કરશે, જે હાલમાં સ્ક્રિપ્ટિંગનું કામ કરી રહ્યા છે. એવા અહેવાલો હતા કે નિતેશ તિવારી આ મેગા બજેટ પ્રોજેક્ટમાં ભગવાન રામની ભૂમિકામાં મહેશબાબુને કાસ્ટ કરવા માગે છે. જોકે મહેશબાબુ દિગ્દર્શક રાજામૌલીને તેની તારીખો આપી ચૂક્યો છે. રાજામૌલી તેની આગામી ફિલ્મ અભિનેતા મહેશબાબુ સાથે ટ્રિપલ આર સમાપ્ત થયા બાદ શરૂ કરશે. આવી સ્થિતિમાં તેમણે નિતેશ તિવારીની રામાયણને નકારવાનું મન બનાવી લીધું છે. મહેશબાબુની ના સાંભળ્યા બાદ મેકર્સે રણબીર કપૂરને સાઇન કરવાનો નિર્ણય કર્યો છે.
સુપરહિટ તામિલ ફિલ્મ 'ઓથા સેરાપ્પુ'ની હિન્દી રિમેકમાં થઈ આ અભિનેતાની એન્ટ્રી
બૉલિવુડનો આ બર્ફી બૉય આ દિવસોમાં મેકર્સની પહેલી પસંદ છે. એક મીડિયાના અહેવાલ અનુસાર, નિતેશ તિવારીએ પોતે રામાયણમાં રણબીર કપૂરને ભગવાન રામ બનવાની ઑફર કરી છે. લવ રંજનની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત રણબીર કપૂર ટૂંક સમયમાં આ ફિલ્મ અંગે મોટો નિર્ણય લઈ શકે છે. જો રણબીર કપૂર ફિલ્મને લીલી ઝંડી આપે તો તે રામાયણમાં રાવણનો રોલ કરનાર હૃતિક રોશન સાથે ટકરાશે. રણબીર કપૂર પણ આ ઑફરને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને ટૂંક સમયમાં ફિલ્મનું નેરેશન લઈ શકે છે. તેણે હજુ સુધી લીલી ઝંડી આપી નથી, પરંતુ તેને આ પ્રોજેક્ટ ખૂબ જ રોમાંચક લાગી રહ્યો છે. દીપિકા ફિલ્મમાં સીતાની ભૂમિકામાં જોવા મળશે, જેની સાથે તેની જોડી હંમેશાં હિટ રહી છે.