News Continuous Bureau | Mumbai
Ranbir kapoor: રણબીર કપૂર તેની ફિલ્મ એનિમલ ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ માં તેની સાથે રશ્મિકા જોવા મળશે. આ ફિલ્મ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ દરમિયાન અભિનેતા વિશે એક મોટી માહિતી સામે આવી છે. રણબીર 15 નવેમ્બર ના રોજ મુંબઈ ના વાનખેડે સ્ટેડિયમમાં ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ની ભારત અને ન્યુઝીલેન્ડ મેચ જોવા માટે હાજર રહેશે.આ દરમિયાન રણબીર કપૂર પોતાની ફિલ્મ એનિમલ નું પ્રમોશન પણ કરશે.
સેમિફાઇનલ મેચ જોવા જશે રણબીર કપૂર
સ્ટાર સ્પોર્ટ્સ એ પોતાના ટ્વીટર હેન્ડલ પર એક જાહેરાત પોસ્ટ કરી છે. આ જાહેરાત અનુસાર, રણબીર કપૂર ભારત વર્સીસ ન્યુઝીલેન્ડ ની સેમિફાઇનલ મેચ પહેલા કોમેન્ટ્રી બોક્સમાં હાજર રહેશે. ત્યાં તે તેની આગામી ફિલ્મ એનિમલ નું પ્રમોશન કરશે અને ભારતીય ટીમને સપોર્ટ કરતા જોવા મળશે.
Cricket, cinema, and ANIMAL! 😍😉#RanbirKapoor joins the cricket fever with a dash of ‘Animal’ madness. Buckle up for a pre-match spectacle on #CricketLive like never before! 🤩
Tune-in to #INDvNZ in the #WorldCupOnStar
WED, 15 NOV, 12.00 PM onwards | Star Sports Network pic.twitter.com/qGmLZEVBqe— Star Sports (@StarSportsIndia) November 13, 2023
તમને જણાવી દઈએ કે સંદીપ રેડ્ડી વાંગા ના નિર્દેશન માં બનેલી ફિલ્મ એનિમલ માં રણબીર કપૂર,અનિલ કપૂર, રશ્મિકા મંદન્ના અને બોબી દેઓલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ હિન્દી, તમિલ, કન્નડ, મલયાલમ અને તેલુગુ ભાષામાં રિલીઝ થશે.
આ સમાચાર પણ વાંચો : Suhana khan: અમૃતપાલ સિંહ ની દિવાળી પાર્ટીમાં જામ્યો સ્ટાર્સ નો મેળાવડો, શાહરુખ ખાન ની દીકરી સુહાના ખાને લૂંટી લાઈમલાઈટ