Love and War Release Date| રણબીરઆલિયાની ‘લવ એન્ડ વોર’ ક્યારે થશે રિલીઝ? સંજય લીલા ભણસાલીએ કરી મોટી જાહેરાત

Love and War Release Date| સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલની ત્રિપુટી જોવા મળશે; 21 જાન્યુઆરી 2027ના રોજ રિલીઝ થશે.

by Zalak Parikh
Ranbir Kapoor's 'Love and War' Release Date Out; Sanjay Leela Bhansali's Epic to Hit Theatres After 'Ramayana

 

News Continuous Bureau | Mumbai

Love and War Release Date| રણબીર કપૂર હાલમાં તેની આગામી ફિલ્મ ‘રામાયણ’ ને લઈને ચર્ચામાં છે, જેનો ફર્સ્ટ લૂક હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યો છે. આ દરમિયાન નિર્માતાઓએ રણબીર કપૂરની બીજી હાઈપ્રોફાઈલ ફિલ્મ ‘લવ એન્ડ વોર’ની રિલીઝ ડેટ પણ જાહેર કરી દીધી છે. સંજય લીલા ભણસાલીના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં રણબીરની સાથે આલિયા ભટ્ટ અને વિકી કૌશલ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ વર્ષ 2027 ની શરૂઆતમાં સિનેમાઘરોમાં આવશે.

ક્યારે રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?

મેકર્સે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે. આ પોસ્ટર પર સ્પષ્ટપણે લખ્યું છે કે સંજય લીલા ભણસાલીની ‘લવ એન્ડ વોર’ 21 જાન્યુઆરી 2027 ના રોજ રિલીઝ થશે. અગાઉ એવું અનુમાન લગાવવામાં આવતું હતું કે આ ફિલ્મ ‘રામાયણ’ પહેલા રિલીઝ થઈ શકે છે, પરંતુ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે રણબીર કપૂરના ચાહકોએ ‘લવ એન્ડ વોર’ માટે થોડી લાંબી રાહ જોવી પડશે.

શું હશે ‘લવ એન્ડ વોર’ની વાર્તા?

‘લવ એન્ડ વોર’ એક રોમેન્ટિક પીરિયડ ડ્રામા ફિલ્મ છે. જેની વાર્તા લવ ટ્રાયેન્ગલ પર આધારિત હોવાનું કહેવાય છે. ઘણા લોકો તેને જૂની ક્લાસિક ફિલ્મ ‘સંગમ’ સાથે જોડી રહ્યા હતા, પરંતુ ભણસાલીએ આ બાબતનો ઇનકાર કર્યો છે. આ ફિલ્મમાં યુદ્ધના સમયની પ્રેમ કહાની બતાવવામાં આવશે, જેમાં રણબીર, વિકી અને આલિયા વચ્ચેનો જબરદસ્ત અભિનય જોવા મળશે. ભણસાલીની ભવ્ય સેટ ડિઝાઇન અને સંગીત આ ફિલ્મને વધુ ખાસ બનાવશે.

👉 આ સમાચાર વાચો:
Kurla Police Custody Escape। કુર્લા પોલીસને હાથતાળી આપી બાંગ્લાદેશી મહિલા રફુચક્કર પતિ સાથે ભાગતી સીસીટીવીમાં કેદ, સુરક્ષા સામે સવાલો

You Might Be Interested In
Join Our WhatsApp Channel

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More