News Continuous Bureau | Mumbai
બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા રાજ કપૂરના મોટા પુત્ર અભિનેતા રણધીર કપૂર (Randhir Kapoor)બહુ ઓછી ફિલ્મોમાં જોવા મળ્યા છે. ઓછી ફિલ્મોમાં અભિનય કરવા છતાં, તે તેના સારા દેખાવ અને આકર્ષક વ્યક્તિત્વને કારણે ચાહકોમાં પ્રિય રહ્યા છે. ઘરનો મોટો દીકરો હોવાના કારણે રણધીર હંમેશા તેના પિતા રાજ કપૂરની(Raj Kapoor) ખૂબ નજીક રહ્યો છે. આ સિવાય તે કપૂર પરિવારમાં પણ સૌથી મોટા છે. અભિનેતા રણધીર કપૂરનો જન્મ 15 ફેબ્રુઆરી 1947ના રોજ મુંબઈમાં થયો હતો.તેણે વર્ષ 1971માં બોલિવૂડ એક્ટ્રેસ બબીતા(Babita) સાથે લગ્ન કર્યા હતા, પરંતુ 1983 પછી રણધીર કપૂર અને બબીતા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવવા લાગી હતી, ત્યારબાદ બંનેએ વર્ષ 1988માં અલગ થવાનો નિર્ણય લીધો હતો. જોકે, બંનેએ ક્યારેય એકબીજાથી છૂટાછેડા(divorce) લીધા નથી.
રણધીર અને બબીતાને બે દીકરીઓ છે, અભિનેત્રી કરીના કપૂર ખાન અને કરિશ્મા કપૂર. અલગ થયા બાદ બબીતા તેની બે દીકરીઓ કરીના અને કરિશ્મા સાથે રહેતી હતી. તેથી રણધીર ત્યાં એકલો જ રહેતો હતો. એક ઈન્ટરવ્યુ (interview)દરમિયાન રણધીરે પોતાના સંબંધો વિશે ઘણી વાતો કરી હતી. તેણે કહ્યું કે બબીતા તેના દારૂ પીવાથી ગુસ્સે હતી. બંનેની જીવન જીવવાની રીત અલગ હતી. અમારા પ્રેમ લગ્ન હોવા છતાં વિચાર અલગ હતો. તેથી અમે એક અંતર બનાવ્યું.જાેકે આજે પણ રણધીર અને બબીતાના છુટાછેડા થયા નથી. આ વિશે વાત કરતાં રણધીરે કહ્યું હતું કે 'મારે અને બબીતાએ બીજા લગ્ન (marriage)કરવા નથી તો પછી છુટાછેડા કેમ આપવા'. બબીતાએ પણ ખૂબ જ હિંમતથી માતાની ભૂમિકા ભજવી છે. વાસ્તવમાં એ તો બધા જાણે છે કે વર્ષોથી ચાલી આવતી કપૂર પરિવારની પરંપરાને બબીતાએ તોડીને પોતાની બે દીકરીઓ કરિશ્મા અને કરીનાને ફિલ્મોમાં કામ કરવા માટે સંમતિ આપી. તેમની માતાની હિંમત અને સાથના કારણે આજે કરીના કપૂર અને કરિશ્મા કપૂર ફિલ્મ ઈન્ડસ્ટ્રીની મોટી અભિનેત્રીઓમાં સામેલ છે.
આ સમાચાર પણ વાંચો : ધમકી બાદ સલમાન ખાને ખરીદી બુલેટપ્રૂફ કાર-એરપોર્ટ પર જોવા મળ્યો ભાઈ જાન નો સ્વેગ-જુઓ વિડીયો
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો એક્ટર રણધીર કપૂર છેલ્લે વર્ષ 2014માં સુપર નાની(Super Nani) ફિલ્મમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે અભિનેત્રી રેખા પણ જોવા મળી હતી. આ પહેલા તે 2010માં આવેલી ફિલ્મ હાઉસફુલ 2 (housefull 2)માં તેના નાના ભાઈ ઋષિ કપૂર સાથે જોવા મળ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી રણધીર ફિલ્મોથી દૂર છે.