Rani mukerji: એક જ ફ્રેમ માં જોવા મળી ટીવી અને બોલિવૂડ ની આઇકોનિક અભિનેત્રી, સિંદૂર ખેલા દરમિયાન રાની મુખર્જી-રુપાલી ગાંગુલી એ પોતાના ડાન્સથી લૂંટી લાઈમલાઈટ, જુઓ વિડીયો

Rani mukerji: દશેરા ના દિવસે દુર્ગા પંડાલ માં સિંદૂર ખેલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાની મુખર્જી-રૂપાલી ગાંગુલી સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

by Zalak Parikh
rani mukerji anupama aka rupali ganguly sindoor khela goes viral

News Continuous Bureau | Mumbai

Rani mukerji: દર વર્ષ ની જેમ આ વર્ષે પણ મુખર્જી પરિવાર દ્વારા દુર્ગા પૂજા નું આયોજન કરવામાં આવ્યું હતું આ દુર્ગા  પૂજા પંડાલમાં બોલિવૂડથી લઈને ટીવી જગતના ઘણા સ્ટાર્સે માં દુર્ગા ના આશીર્વાદ લીધા હતા. ગઈકાલે દુર્ગા પૂજા ઉત્સવનો છેલ્લો દિવસ હતો. વિજયાદશમી નિમિત્તે સિંદૂર ખેલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે બધા એક બીજાને સિંદૂર લગાવતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં, ત્યાં ઉપસ્થિત બધા લોકો એ  પરંપરાગત સફેદ અને લાલ સાડી પહેરી હતી. આ દરમિયાન રાની મુખર્જી અને રૂપાલી ગાંગુલીનો એક ડાન્સ વીડિયો સામે આવ્યો હતો જે સોશિયલ મીડિયા પર વાયરલ  થયો હતો. 

 

રાની મુખર્જી અને રૂપાલી ગાંગુલી એ સાથે કર્યો ડાન્સ 

દશેરાના શુભ અવસર પર અભિનેત્રી રાની મુખર્જી સિંદૂર ખેલા દરમિયાન પૂરા જોશ સાથે પરફોર્મ કરતી જોવા મળી હતી. લાલ બોર્ડર વાળી સાડીમાં સજ્જ, રાની પરંપરાગત પોશાકમાં ખુબજ સુંદર દેખાતી હતી. આ દરમિયાન ‘અનુપમા’ ફેમ અભિનેત્રી રૂપાલી ગાંગુલી પણ રાની સાથે જોવા મળી હતી. રૂપાલી ગગુલી અને રાનીએ સિંદૂર ખેલા દરમિયાન સાથે ડાન્સ કર્યો હતો. 

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


આ દરમિયાન રૂપાલી ગાંગુલી પારંપરિક બંગાળી સફેદ સાડીમાં જોવા મળી હતી.જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.   

આ  સમાચાર પણ વાંચો : Aryan khan: ટ્રાફિક માં ફસાયેલા આર્યન ખાન પાસે પૈસા માંગતી મહિલાઓ સાથે શાહરુખ ખાન ના પુત્ર એ કર્યું એવું વર્તન કે થયા વખાણ, જુઓ વિડીયો

Join Our WhatsApp Community

You may also like