News Continuous Bureau | Mumbai
Rani mukerji: રાની મુખર્જી એક દિવાળી પાર્ટીમાં હાજરી આપવા આવી હતી. પાપારાઝી સેલેબ્સ ના ફોટા અને વિડીયો લેવા પડાપડી કરતા હોય છે. આવી સ્થિતિમાં રાની મુખર્જી ની તસવીર ક્લિક કરવા જતા એક ફોટોગ્રાફર ઘાયલ થયો હતો. ત્યારબાદ રાની એ પોતાની દરિયાદિલી બતાવતા તે ફોટોગ્રાફર માટે પોતાની કાર મોકલી હતી અને તેની સારવાર કરાવી હતી.
રાની મુખર્જી ની દરિયાદિલી
પાપારાઝી ફોટોગ્રાફર્સ દિવાળીની પાર્ટીમાં હાજરી આપતી સેલિબ્રિટીઓની તસવીરો ક્લિક કરવામાં વ્યસ્ત છે.. તાજેતરમાં જ દિવાળીની પાર્ટીમાં હાજરી આપવા પહોંચેલી રાની મુખર્જી નો ફોટો ક્લિક કરતી વખતે અભિનેત્રી ની કારથી એક ફોટોગ્રાફર ઘાયલ થયો હતો. ત્યારબાદ રાની મુખર્જી એ પોતાની દરિયાદિલી બતાવતા તરત જ તેને તબીબી સહાય માટે પોતાની કાર મોકલી હતી.
રાની ની આ ઉદારતા એ સૌના દિલ જીતી લીધા છે.સોશિયલ; મીડિયા પર લોકો અભિનેત્રી ના ખુબ વખાણ કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચોઃ ટાઇગર 3 ના મેકર્સ ને લાગ્યો મોટો ઝટકો, આ ઓનલાઇન પ્લેટફોર્મ પર લીક થઇ સલમાન ખાન ની ફિલ્મ