Site icon News Continuous Bureau | Mumbai

Ranveer Allahbadia: રણવીર અલ્હાબાદિયા આવ્યો નેટિઝન્સ ના રડાર પર, સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી ફરી ચર્ચામાં આવ્યો યુટ્યૂબર

Ranveer Allahbadia: રણવીર અલ્હાબાદિયા ફરી ચર્ચામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર તેના દ્વારા કરવામાં આવેલી એક પોસ્ટ ને લઈને લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે

Ranveer Allahbadia Apologizes to Pakistan Faces Backlash from Indians

Ranveer Allahbadia Apologizes to Pakistan Faces Backlash from Indians

News Continuous Bureau | Mumbai

Ranveer Allahbadia: યૂટ્યુબર રણવીર અલ્હાબાદિયા લાંબા સમયથી વિવાદમાં છે. પહેલા તે ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ શો ને લઈને વિવાદમાં સપડાયો હતો.શો માં તેના અશ્લીલ મજાકને કારણે તેને ઘણું સહન કરવું પડ્યું હતું. કોર્ટમાંથી રાહત મળ્યા પછી હવે રણવીરે ફરીથી પોતાનો પોડકાસ્ટ શરૂ કર્યો છે. હવે વધુ એક વખત રણવીર ચર્ચામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર તેના દ્વારા કરવામાં આવેલી એક પોસ્ટ ને લઈને લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Shahid Kapoor: શાહિદ કપૂરે ફર્જી 2 માટે લીધી અધધ એટલી બધી ફી કે જાણી ને ઉડી જશે તમારા હોશ

રણવીર ની પોસ્ટ જોઈ લોકો રોષે ભરાયા 

ભારત-પાકિસ્તાન સીઝફાયર પછી રણવીરે એક એવી પોસ્ટ કરી છે જેને જોઈને લોકો ગુસ્સે થઈ ગયા છે. રણવીરે પોતાની પોસ્ટમાં લખ્યું કે, “પ્રિય પાકિસ્તાની ભાઈ-બહેન, જે હું લખવા જઈ રહ્યો છું તે પછી મને ભારતીય લોકોની નફરત મળી શકે છે. પરંતુ આ લખવું જરૂરી છે.બીજા ભારતીયોની જેમ મારા હૃદયમાં તમારા માટે કોઈ નફરત નથી. અમને પણ તમારી જેમ શાંતિ જોઈએ છે. જ્યારે પણ અમે પાકિસ્તાનીઓને મળ્યા છીએ, ત્યારે તમે ખુલ્લા દિલથી અમારું સ્વાગત કર્યું છે. અને જો તમને લાગે કે અમે નફરત ફેલાવી રહ્યા છીએ તો મને ખૂબ જ દુઃખ છે.”


રણવીર અલ્હાબાદિયા આગળ લખે છે કે “તમારો દેશ સરકાર દ્વારા ચલાવવામાં આવતો નથી. તમારી સેના અને તમારી ગુપ્ત સેવા ISI દ્વારા ચલાવવામાં આવે છે. સરેરાશ પાકિસ્તાની આ બે બાબતોથી અલગ છે. એક સામાન્ય પાકિસ્તાની પોતાના હૃદયમાં શાંતિ અને સમૃદ્ધિના સપના જુએ છે. આઝાદી પછી આ બે લોકોએ તમારા અર્થતંત્રને નુકસાન પહોંચાડ્યું છે. તે ભારતમાં આતંકવાદી હુમલાઓ માટે સતત જવાબદાર રહ્યો છે.” આ પોસ્ટને જોઈને ઘણા ભારતીયો ગુસ્સે થઈ ગયા અને સોશિયલ મીડિયા પર રણવીરને ટ્રોલ કરવા લાગ્યા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2| ‘ધુરંધર 2’ નો એક એવો અંત જે ફિલ્મના ડાયરેક્ટરે પણ નહીં વિચાર્યો હોય! ફેન્સના AI વીડિયોએ ખોલ્યા રહસ્યો
Shah Rukh Khan Oscar Post| કિંગ ખાન ભાવુક! ઓસ્કર ટીમનો આભાર માનતા શાહરૂખે લખ્યું ‘આજે મને ગર્વ છે’, જાણો શું છે આખી વાત
Prakash Raj Controversy Ramayana| પ્રકાશ રાજે વટાવી હદ! રામલક્ષ્મણ વિશે એવું તે શું બોલ્યા કે મચ્યો ખળભળાટ
Sukesh Chandrashekhar| મહાઠગ સુકેશ ચંદ્રશેખરને જેકલીન આપશે સૌથી મોટો ફટકો! 200 કરોડના કેસમાં સરકારી સાક્ષી બનીને ખોલશે ઠગના રહસ્યો
Exit mobile version