News Continuous Bureau | Mumbai
Ranveer Singh: બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહ મુશ્કેલીમાં મુકાયા છે. રિષભ શેટ્ટીની ફિલ્મ ‘કાંતારા: ચેપ્ટર 1’ સાથે જોડાયેલા એક વિવાદમાં રણવીર વિરુદ્ધ ફોજદારી કેસ નોંધવામાં આવ્યો હતો. હવે રણવીર સિંહે આ કેસને રદ કરાવવા માટે કર્ણાટક હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. રણવીર પર એક ઈવેન્ટ દરમિયાન ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો છે.ગયા વર્ષના અંતમાં એક કાર્યક્રમ દરમિયાન રણવીર સિંહે ફિલ્મ ‘કાંતારા’ ના વખાણ કર્યા હતા અને તેના કેટલાક દ્રશ્યો એક્ટ કરીને બતાવ્યા હતા. આ બાબતને ખોટી રીતે રજૂ કરવામાં આવી હોવાનો રણવીરની લીગલ ટીમનો દાવો છે. આ મામલે તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી, જેને અભિનેતા હવે કોર્ટ દ્વારા રદ કરાવવા માંગે છે.
આ સમાચાર પણ વાંચો : Toxic Cast: યશની ‘ટોક્સિક’માં વધુ એક મોટા નામની એન્ટ્રી! ટીવીની ક્વીન હવે મોટા પડદા પર મચાવશે ધૂમ; દમદાર પાત્રમાં જોવા મળશે
કોર્ટમાં રણવીરના વકીલની દલીલ
રણવીર સિંહના વકીલોએ કોર્ટમાં દલીલ કરી હતી કે અભિનેતા માત્ર રિષભ શેટ્ટીના અભિનયની પ્રશંસા કરી રહ્યા હતા. તેમની ઈચ્છા કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાની નહોતી. વકીલોએ કોર્ટને વિનંતી કરી હતી કે આ કેસમાં જલ્દી સુનાવણી કરવામાં આવે. જોકે, જસ્ટિસ એ આ બાબતે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શું કોઈ સેલિબ્રિટીના કેસને વિશેષ મહત્વ કે ‘સ્પેશિયલ ટ્રીટમેન્ટ’ મળવી જોઈએ?
View this post on Instagram
કર્ણાટક હાઈકોર્ટે આ કેસમાં તાત્કાલિક સુનાવણીનો આગ્રહ રાખવા બદલ ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે સામાન્ય નાગરિકોના કેસોની જેમ જ આ કેસની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. રણવીર સિંહ માટે આ કેસ રદ કરાવવો ખૂબ મહત્વનો છે કારણ કે તે તેમની ઈમેજ અને ફિલ્મી કરિયર પર અસર કરી શકે છે. હવે જોવાનું એ રહેશે કે કોર્ટ આ કેસને રદ કરે છે કે આગળની કાર્યવાહી ચાલુ રાખે છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)