બોલિવૂડ ના આ અભિનેતા એ કરી ‘તાજમહેલના ગુપ્ત ઓરડાઓ ખોલો અને તેમાં શું છે તે જણાવો’ ની માંગ, વિવાદ વચ્ચે નેટિઝન્સ એ લગાવી લતાડ

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

તાજમહેલ (Taj Mahal)આ દિવસોમાં વિવાદોમાં ઘેરાયેલો છે. તાજેતરમાં, તાજમહેલના 22 ઓરડાઓ ખોલવા માટે અલ્હાબાદ કોર્ટમાં (Allahabad Court)અરજી દાખલ કરવામાં આવી છે, જેથી તે જાણી શકાય કે તેમાં કોઈ પણ પ્રકારના હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ છે કે નહીં. સોશિયલ મીડિયા (social media) પર પણ તાજમહેલના બંધ ઓરડાઓ ખોલવાની માંગ ઉઠી છે. અભિનેતા રણવીર શૌરીએ (Ranvir shorey) પણ આવી જ માંગ કરી છે, પરંતુ તેની ફની સ્ટાઈલ ઘણા લોકોને પરેશાન કરી ચુકી છે.

રણવીર શૌરીએ ટ્વીટ (Ranvir shorey tweet) કર્યું છે કે, 'વિશ્વાસ નથી આવતો કે આઝાદીના 70 વર્ષ પછી, 21મી સદીમાં ભારતમાં ગુપ્ત રૂમોવાળી આવી ઐતિહાસિક ઇમારતો છે. કૃપા કરીને, આ ખોલો અને અમને જણાવો કે ત્યાં શું છે! જેથી અમે તેમના પર 'ઇન્ડિયાના જોન્સ' (India Jones) જેવી ફિલ્મો બનાવી શકીએ.નોંધનીય છે કે 'ઇન્ડિઆના જોન્સ' અમેરિકન ફિલ્મ (American film) છે. આ ફિલ્મ પુરાતત્વશાસ્ત્રના કાલ્પિનિક પ્રોફેસરના સાહસો પર આધારિત છે. રણવીર શૌરીનું આ ટ્વીટ ઘણા યૂઝર્સને પસંદ ન આવ્યું, ત્યારપછી તેણે અભિનેતાને જોરદાર ટ્રોલ (Ranvir shorey trolled)કર્યો. એક યુઝરે પોસ્ટની કોમેન્ટમાં લખ્યું, "જો તમે પણ આવી વાતો પર વિશ્વાસ કરતા હોવ તો તે મૂર્ખ છે. સ્વાભાવિક છે કે તમે આ બધું વોટ્સએપ યુનિવર્સિટીમાંથી વાંચી રહ્યા છો. કાલે તમે કહેશો કે તાજ રાજસ્થાનના (Rajasthan)કોઈ મહારાજાનો છે." અન્ય એક યુઝરે મજાકમાં લખ્યું કે રૂહઅફ્ઝાની સિક્રેટ રેડ રેસિપી ત્યાંજ છુપાયેલી છે. અન્ય એક યુઝરે કમેન્ટ કરી કે 21મી સદીમાં વિશ્વાસ નથી આવતો કે બેરોજગારી અને મોંઘવારી વિશે વાત કરવાને બદલે આપણે તાજમહેલની ચર્ચા કરી રહ્યા છીએ.

આ સમાચાર પણ વાંચો : ચંકી પાંડેએ ફરાહ ખાન ની એક્ટિંગ ને કહી ઓવર એક્ટિંગ, આ બાબત પર ફરાહ ખાને કરી અભિનેતા ની બોલતી બંધ તેની દીકરી વિષે કહી આ વાત

તમને જણાવી દઈએ કે તાજમહેલને લઈને ઘણા સમયથી વિવાદ (Taj Mahal controversy) ચાલી રહ્યો છે. એવો દાવો કરવામાં આવે છે કે હવે જ્યાં મકબરો છે, તે પહેલા એક શિવ મંદિર હતું, જેના પર તાજમહેલ બનાવવામાં આવ્યો છે. જેનું નામ તેજોમહલ (Tejo Mahal) હોવાનું કહેવાય છે. આ અંગે એક અરજી પણ દાખલ કરવામાં આવી હતી. નોંધનીય છે કે પાંચમા મુઘલ શાસક શાહજહાંએ 1631માં બેગમ મુમતાઝ મહેલની યાદમાં તાજમહેલ બનાવ્યો હતો. આ સમાધિ 1653 માં પૂર્ણ થઈ હતી. 22 વર્ષમાં લગભગ 22 હજાર મજૂરોએ આ મહેલ તૈયાર કર્યો હતો.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment