ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૦ મે ૨૦૨૧
સોમવાર
ટીવી શો ઉતરનની તપસ્યા એટલે કે રશ્મિ દેસાઈ ફરી એકવાર રશ્મિ દેસાઈ ચર્ચામાં આવી છે. એ ચર્ચાનું કારણ છે તેનું નવું ફોટો શૂટ. આ ફોટોશૂટમાં તે અલગ જ અંદાજમાં નજરે ચડે છે. અભિનેત્રી રશ્મિ દેસાઈ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર તેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
અભિનેત્રી એરશ્મિ દેસાઈએ હાલમાં જ નિયોન ગ્રીન આઉટફિટમાં નવું ફોટોશૂટ કરાવ્યું છે. જેની તસવીરો અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ ફોટોશુટમાં તે ખૂબ જ બોલ્ડ અને સુંદર લાગી રહી છે. ફોટોશૂટની તસવીરો નેટિઝન્સને દિવાના બનાવી રહી છે.
આપને જણાવી દઈએ કે, રશ્મિએ કરિયરની શરૂઆત માં ટીવી સિરિયલ 'રાવણ'માં મંદોદરીનો રોલ નિભાવ્યો હતો. પરંતુ તેને ઓળખ ટીવી શો 'ઉતરન' થી મળી હતી.
રશ્મિના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવૅ તો તે છેલ્લે નાગિન-4માં લીડ રોલમાં જોવા મળી હતી. આ પહેલા રશ્મિ બિગ બોસ 13માં નજરે આવી હતી. રશ્મિ દેસાઈએ પરી હું મૈં, મિત મિલા દે, શશશ ફિર કોઈ હૈ, કોમેડી સર્કસ, મહા સંગ્રામ, જરા નચકે દિખા,ક્રાઇમ પેટ્રોલ, બિગ મની, કિચન ચેમ્પિયન સીઝન 2, કોમેડી કા મહા મુકાબલા માં નજરે આવી ચુકી છે.
