Site icon

Rashmika Mandanna Marriage Rumors: વિજય દેવરકોંડા સાથે લગ્નની ખબરો પર રશ્મિકા મંદાનાએ મૌન તોડ્યું, જાણો અભિનેત્રીએ શું કર્યો ખુલાસો

Rashmika Mandanna Marriage Rumors: ઉદયપુરમાં લગ્નની તૈયારીઓના વાયરલ વીડિયોને અભિનેત્રીએ ગણાવ્યો ખોટો, 2 ફેબ્રુઆરીએ લગ્ન હોવાની વાતો પર મુક્યું પૂર્ણવિરામ.

Rashmika Mandanna Breaks Silence on Wedding Rumors with Vijay Deverakonda

News Continuous Bureau | Mumbai

Rashmika Mandanna Marriage Rumors: સાઉથ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર વિજય દેવરકોંડા અને ‘નેશનલ ક્રશ’ રશ્મિકા મંદાનાના લગ્નની ચર્ચાઓએ છેલ્લા કેટલાક દિવસોથી આખા સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. કોઈ લગ્નની તારીખ તો કોઈ વેન્યુ અંગે દાવા કરી રહ્યું હતું. આ સતત વધતી અફવાઓથી પરેશાન થઈને આખરે રશ્મિકા મંદાનાએ પોતે મૌન તોડ્યું છે અને લગ્નની આ વાતોમાં કેટલી સત્યતા છે તે અંગે મોટો ખુલાસો કર્યો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : R Madhavan: શું તમે જાણો છો? આર. માધવન એક્ટિંગ પહેલા આર્મીમાં ઓફિસર બનવાના હતા; જાપાનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રચ્યો હતો ઈતિહાસ

રશ્મિકાએ લગ્નની તારીખનો કર્યો ઈનકાર

મીડિયા રિપોર્ટ અનુસાર, જ્યારે રશ્મિકાને 2 ફેબ્રુઆરીએ વિજય દેવરકોંડા સાથેના લગ્ન અંગે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે સ્પષ્ટપણે ‘ના’ પાડી દીધી હતી. રશ્મિકાના આ એક ‘ના’ એ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. અભિનેત્રીએ સ્પષ્ટ કર્યું છે કે હાલમાં આવી કોઈ જ તૈયારીઓ કે લગ્નનું આયોજન નથી.આ અફવાઓની શરૂઆત એક ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સરના વીડિયોથી થઈ હતી. આ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઉદયપુરના એક પેલેસમાં જે શણગાર થઈ રહ્યો છે તે વિજય અને રશ્મિકાના લગ્ન માટે છે.


નોંધનીય છે કે ઓક્ટોબર 2025 માં વિજય અને રશ્મિકાની સગાઈની વાતો સામે આવી હતી, જોકે બંનેમાંથી કોઈએ હજુ સુધી તેને સત્તાવાર રીતે સ્વીકારી નથી. હવે સોશિયલ મીડિયા પર બીજી એક તારીખ – 26 ફેબ્રુઆરી 2026 – ની ચર્ચા શરૂ થઈ છે, જેમાં દાવો કરાયો છે કે આ દિવસે બંને સાત ફેરા લેશે. પરંતુ આ બાબતે પણ હજુ સુધી કોઈ પુખ્ત પુરાવા કે સત્તાવાર કન્ફર્મેશન મળ્યું નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Cocktail 2 Teaser: ‘ધુરંધર 2’ ની સાથે મોટો ધડાકો! ‘કૉકટેલ 2’ નું ટીઝર રિલીઝ; શાહિદ કપૂર અને કૃતિ સેનન સાથે રશ્મિકા મંદાનાનો ગ્લેમરસ અંદાજ વાયરલ
Naagzilla OTT Release: કાર્તિક આર્યનનો ‘નાગઝિલા’ અવતાર હવે તમારા મોબાઈલ સ્ક્રીન પર! ઈચ્છાધારી નાગનો તાંડવ જોવા થઈ જાઓ તૈયાર; આ દિવસે થશે ડિજિટલ પ્રીમિયર
Aishwarya Rai Professionalism: શૂટિંગ દરમિયાન ૭ કલાક સુધી કેમ ઉભી રહી ઐશ્વર્યા રાય? જ્વેલરે જણાવ્યું તેની સાડી પાછળનું ખાસ કારણ
Hrithik Roshan: ગ્રીક ગોડનો નવો અવતાર! રિતિક રોશનની ફિલ્મ ‘મેસ’ (Mess) નું પોસ્ટર રિલીઝ, પ્રાઇમ વિડિયો પર થશે મોટો ધડાકો.
Exit mobile version