Site icon

રવીના ટંડન 21 વર્ષની ઉંમરે લગ્ન વિના માતા બની ત્યારે લોકો કહેવા લાગ્યા આવી વાતો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 23 નવેમ્બર  2021

Join Our WhatsApp Community

મંગળવાર

 90ના દાયકાની ફેમસ એક્ટ્રેસ રવિના ટંડન તેની આગામી સીરીઝ 'આરણ્યક'ને લઈને ચર્ચામાં છે. રવિના ટંડન એ બોલીવુડ અભિનેત્રીઓમાંથી એક છે જેણે બાળકોને દત્તક લીધા છે. અભિનેત્રીએ 21 વર્ષની ઉંમરે બે પુત્રીઓ (છાયા અને પૂજા)ને દત્તક લેવાનું નક્કી કર્યું હતું. આ નિર્ણય અભિનેત્રીએ 21 વર્ષની ઉંમરે લીધો હતો. તે સમયે છાયા 11 વર્ષની હતી અને પૂજા 8 વર્ષની હતી.  એક મીડિયા હાઉસ ને આપેલા એક ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ કહ્યું હતું કે બંને દીકરીઓને દત્તક લેવી એટલી સરળ નથી. રવિના ટંડનને આ માટે લોકોના ટોણા સાંભળવા પડ્યા હતા.

રવીનાએ પોતાની જર્ની વિશે જણાવ્યું, 'તે મોહરા (1994) પહેલાની વાત હતી. હું અને મારી માતા સપ્તાહના અંતે આશા સદન જેવા અનાથાશ્રમમાં જતા હતા. જ્યારે મારા પિતરાઈ ભાઈનું અવસાન થયું, ત્યારે તે પોતાની પાછળ બે નાની દીકરીઓ છાયા અને પૂજા છોડી ગયો. તેના વાલીઓ તેની સાથે જે રીતે વર્તે છે તે મને પસંદ ન હતું તેથી હું તેને મારી સાથે ઘરે લઈ આવી. મેં તેના વિશે બહુ વિચાર્યું ન હતું. હું છોકરીઓને તે જીવન આપવા માંગતી હતી જેની તેઓ લાયક હતી. હું અબજોપતિ નથી પરંતુ મારાથી જે પણ થઈ શકે તે મદદ કરું છું.

‘શાકા લાકા બૂમ બૂમ’ ના આ અભિનેતા ની થઇ બાલિકા વધૂ 2માં એન્ટ્રી, રણદીપ રાય, શિવાંગી જોશી સાથે ભજવશે મુખ્ય ભૂમિકા! જાણો વિગત

રવીનાએ 1994માં બે દીકરીઓ પૂજા અને છાયાને દત્તક લીધી હતી. લગભગ એક દાયકા પછી, રવીનાએ 2004માં ફિલ્મ નિર્માતા અનિલ થડાની સાથે લગ્ન કર્યા. તેઓ હવે પૂજા અને છાયા તેમજ 14 વર્ષની પુત્રી રાશા અને 11 વર્ષના પુત્ર રણબીરના માતા-પિતા છે. રવિનાએ જે રીતે પોતાના ચાર બાળકો માટે પોતાની જાતને સંપૂર્ણ રીતે સમર્પિત કરી છે તે ખૂબ જ પ્રેરણાદાયી છે. આટલું જ નહીં રવિના ટંડન નાની બની ગઈ છે. રવિના ટંડને આ બે સુંદર દીકરીઓને સારું ભવિષ્ય આપવા માટે કેવી મહેનત કરી તે ખૂબ જ હ્રદયસ્પર્શી છે. તેમની નાની પુત્રી છાયા એર હોસ્ટેસ છે જ્યારે તેમની મોટી પુત્રી પૂજા ઇવેન્ટ મેનેજર છે, જે હવે એક પુત્રની માતા છે.

Kamini Kaushal passes away: બોલિવૂડના દિગ્ગજ અભિનેત્રી કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન.
De De Pyaar De 2 Review: તમે પણ વિકેન્ડ માં દે દે પ્યાર દે ર જોવા નું વિચારી રહ્યા છો તો ટિકિટ બુક કરાવતા પહેલા વાંચી લો ફિલ્મ નો રીવ્યુ
Dharmendra ICU Video Leak: ધર્મેન્દ્રનો ICU વીડિયો વાયરલ કરનાર હોસ્પિટલ સ્ટાફની ધરપકડ, પ્રાઇવસી ભંગ બદલ પોલીસની કાર્યવાહી
Jaya Bachchan: ફરી પાપારાઝી પર ગુસ્સે થઇ જયા બચ્ચન, ફોટો લેવા ને લઈને કહી આવી વાત
Exit mobile version