Site icon

રવિના ટંડનનો મોટો ખુલાસો,કરિયરની શરૂઆતમાં સ્ટુડિયોમાં કરતી હતી આ કામ

News Continuous Bureau | Mumbai

રવિના ટંડનને(Raveena Tandon) KGF: Chapter 2 ફિલ્મમાં તેના અભિનય માટે ઘણી પ્રશંસા મળી રહી છે. ફિલ્મના બીજા ભાગમાં યશ (Yash) ઉપરાંત સંજય દત્ત (Sanjay dutt) અને રવિના ટંડન પણ મહત્વની ભૂમિકામાં છે અને બંનેની એક્ટિંગે દિલ જીતી લીધા છે. રવીના ટંડન આ ફિલ્મમાં રમિકા સેન (Ramika sen) તરીકે ખૂબ જ સુંદર લાગી રહી છે.હવે ફિલ્મની સફળતા પછી, રવિના ટંડને એક ઇન્ટરવ્યુ (interview) આપ્યો છે, જેમાં અભિનેત્રીએ તેની કારકિર્દી સાથે જોડાયેલ એક મોટો ખુલાસો કર્યો છે.

Join Our WhatsApp Community

રવિના ટંડને (Raveena Tandon) તાજેતરમાં એક ઇન્ટરવ્યુ આપ્યો હતો જેમાં અભિનેત્રીએ તેની કારકિર્દી વિશે નિખાલસતાથી વાત કરી હતી. આ ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ ખુલાસો કર્યો કે તે કરિયરની શરૂઆતમાં સ્ટુડિયો (studio) સાફ કરતી હતી. તે ત્યાં બાથરૂમ સાફ કરતી હતી, જેમાં તેને ઉલ્ટી (vomit) સાફ કરવાની હતી. આ સાથે રવીનાએ એ પણ જણાવ્યું કે તે ફિલ્મી દુનિયામાં કેવી રીતે આવી?રવિના ટંડને કહ્યું, 'એ વાત સાચી છે કે મેં મારા કરિયરની શરૂઆત સ્ટુડિયોમાં સફાઈ કામ કરીને કરી હતી. મારું કામ બાથરૂમ અને સ્ટુડિયોના ફ્લોર પરથી ઊલટી સાફ કરવાનું હતું. મેં પ્રહલાદ કક્કર (Prahlad kakkar)ને 10મું ધોરણ છોડ્યા પછી જ મદદ (Assist) કરવાનું શરૂ કર્યું. તે સમયે લોકો મને જોઈને કહેતા હતા કે તું કેમેરા પાછળ શું કરે છે. તમારે આગળ હોવું જોઈએ. હું હંમેશા એ લોકોને કહેતી કે ના, ના, હું, તે પણ અભિનેત્રી? ના ક્યારેય.નહીં' 

આ સમાચાર પણ વાંચો : વિલ સ્મિથના સંબંધો પર ભારે પડી ઓસ્કરની થપ્પડ, શું પત્ની જેડા પિંકેટને છૂટાછેડા પર આટલા મિલિયન ડોલર ચૂકવવા પડશે?

રવિના ટંડને (Raveena tandon) આ ઈન્ટરવ્યુમાં કહ્યું કે તે ભૂલથી આ ઈન્ડસ્ટ્રીમાં (film industry) આવી ગઈ છે. અભિનેત્રીએ કહ્યું કે હું આજે આ ઈન્ડસ્ટ્રીમાં બાય ડિફોલ્ટ છું. મોટી થઈને મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું અભિનેત્રી બનીશ.રવિના ટંડને આગળ કહ્યું, 'જ્યારે પણ પ્રહલાદના સેટ પર કોઈ મૉડલ આવતી ન હતી, ત્યારે તે હંમેશા મને કહેતો હતો અને પછી હું મૉડલની (model) જેમ મેકઅપ અને પોઝ આપતી હતી. એકવાર મેં વિચાર્યું કે જ્યારે આ બધું મારે જ કરવાનું છે તો પછી પ્રહલાદ (Prahlad kakkar) માટે મફતમાં વારંવાર શા માટે કરું? મને તેમાંથી થોડા પૈસા કમાવવા દો. ત્યાર બાદ જ મેં મોડલિંગ શરૂ કર્યું અને પછી ધીમે ધીમે મને કામ મળવા લાગ્યું. જ્યારે મને ફિલ્મો મળવા લાગી ત્યારે મને અભિનય આવડતો નહોતો પણ હું બધું શીખી ગઈ. રવિના ટંડને 1991માં આવેલી ફિલ્મ પથ્થર કે ફૂલથી (Paththar ke phool)ઈન્ડસ્ટ્રીમાં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. ઇન્ડસ્ટ્રીમાં રવિનાની સફર લાંબી રહી છે અને તેણે મોહરા, લાડલા, દિલવાલે અને અંદાજ અપના અપના જેવી સુપરહિટ ફિલ્મો આપી છે.

Hansika Motwani: હંસિકા મોટવાણી અને તેની માતા ની મુશ્કેલી વધી, અભિનેત્રી ની પૂર્વ ભાભી એ બંને પર લગાવ્યા આવા ગંભીર આરોપ
Taarak Mehta Ka Ooltah Chashmah : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ પૂર્ણ કર્યા 4500 એપિસોડ, વિવાદો વચ્ચે પણ શો ની યાત્રા યથાવત
Aryan Khan: ‘બેડસ ઓફ બોલીવૂડ’ સિરીઝ થી આર્યન ખાને ડાયરેકશન ની સાથે સાથે આ ક્ષેત્ર માં પણ કર્યું ડેબ્યુ
Two Much Teaser : ‘કોફી વિથ કરણ’ ને ટક્કર આપવા આવી રહ્યો છે ‘ટૂ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ’, શો નું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ
Exit mobile version