Site icon

Remo d’souza: રેમો ડિસોઝાએ પોતાના પર લાગેલા છેતરપિંડીના આરોપો પર તોડ્યું મૌન, પોસ્ટ શેર કરી કહી આવી વાત

Remo d'souza: રેમો અને તેની પત્ની મુશ્કેલી માં મુકાયા છે તેમના પર 12 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. હવે આ મામલે રેમો એ મૌન તોડ્યું છે અને એક પોસ્ટ શેર કરીને પોતાની વાત રજૂ કરી છે.

Remo d'souza issued a statement about allegations of fraud of 12 crore

Remo d'souza issued a statement about allegations of fraud of 12 crore

News Continuous Bureau | Mumbai

Remo d’souza: રેમો અને તેની પત્ની મુશ્કેલી માં મુકાયા છે. વાસ્તવ માં રેમો અને તેની પત્ની લિઝેલ પર 12 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડીનો આરોપ છે. વિવિધ મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે રેમો, તેની પત્ની અને અન્ય પાંચ લોકોએ ડાન્સ ગ્રુપ સાથે છેતરપિંડી કરી હતી. જેને લઈને તેમની સામે 12 કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો હતો. હવે આ મામલે રેમો એ મૌન તોડ્યું છે અને એક પોસ્ટ શેર કરીને પોતાની વાત રજૂ કરી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Sara ali khan: સારા અલી ખાન અને અમૃતા સિંહ એ મુંબઈ ના આ વિસ્તાર માં ખરીદી અધધ આટલી મોંઘી પ્રોપર્ટી, કિંમત જાણી ઉડી જશે તમારા હોશ

રેમો ડિસોઝા એ શેર કરી પોસ્ટ 

રેમો એ તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી અને લખ્યું, ‘કેટલાક મીડિયા રિપોર્ટ્સ દ્વારા, અમને જાણવા મળ્યું છે કે અમારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે અમે એક ડાન્સ ગ્રુપ સાથે છેતરપિંડી કરી છે. મને એ કહેતા દુ:ખ થાય છે કે અમારા વિશે આવા સમાચાર પ્રકાશિત થઈ રહ્યા છે. અમે દરેકને વિનંતી કરવા માંગીએ છીએ કે આ સમાચારોમાં કોઈ સત્ય નથી. આ બધા ખોટા સમાચાર છે અને લોકો અમારા વિશે અફવાઓ ફેલાવી રહ્યા છે.’


પોતાની પોસ્ટ માં રેમો ડિસોઝાએ આગળ લખ્યું, ‘અમે અમારો કેસ સમયસર છોડ્યો છે. અમે આ મામલે સત્તાધિકારીને સંપૂર્ણ સહકાર આપીશું. તેમને મદદ કરીશું જેમ અમે અત્યાર સુધી કરતા આવ્યા છીએ. હું મારા પરિવાર, મિત્રો અને ચાહકોના સમર્થન માટે આભારી છું. તે લોકો જે રીતે અમારા પર પ્રેમ વરસાવે છે તે અમારા  માટે ઘણો અર્થ છે.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

‘Oye Oye’ Song Trivia: શું ‘ત્રિદેવ’નું આઈકોનિક ગીત ‘ઓયે-ઓયે’ પણ ઓરિજિનલ નહોતું? પાઈરેસી અને વિવાદો વચ્ચે જૂના ગીતનું સત્ય આવ્યું સામે
Anant Ambani Birthday: અંબાણી પરિવારના લાડલાનો જન્મદિવસ: રણવીર-જાનહવીના ગરબા અને ગૌરી ખાનની ભક્તિ, જુઓ જામનગરની ઝાકઝમાળ
Aditya Dhar Net Worth : ‘ધુરંધર 2’ ના ડિરેક્ટર આદિત્ય ધરનું આલીશાન સામ્રાજ્ય! નેટવર્થથી લઈને લક્ઝરી કાર સુધીના આંકડાઓ આવ્યા સામે
Sara Arjun as Madhubala: સંજય લીલા ભણસાલીને મળી ગઈ તેની ‘મધુબાલા’! ‘ધુરંધર 2’ ની આ એક્ટ્રેસ મચાવશે પડદા પર ધૂમ.
Exit mobile version