Site icon

પ્રજાસત્તાક દિવસ 2023: આ સુપરહિટ ગીતો સાથે કરો ગણતંત્ર દિવસની શરૂઆત, રોમ રોમ માં જાગશે દેશભક્તિ

બોલિવૂડના પસંદગીના સુપરહિટ ગીતોની યાદી, જેને તમે ગણતંત્ર દિવસ પર વગાડીને તમે શહીદો ની કુરબાની ને યાદ કરી શકો છો.

republic day with these superhit patriotism bollywood songs

પ્રજાસત્તાક દિવસ 2023: આ સુપરહિટ ગીતો સાથે કરો ગણતંત્ર દિવસની શરૂઆત, રોમ રોમ માં જાગશે દેશભક્તિ

News Continuous Bureau | Mumbai

દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ દેશભરમાં ગણતંત્ર દિવસનો ઐતિહાસિક તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. દુનિયાની સામે દેશની તાકાત અને બહાદુરી દર્શાવવાની સાથે આ દિવસ શહીદ થયેલા જવાનોને યાદ કરવાનો પણ છે. હવેથી સોશિયલ મીડિયા યુઝર્સ માં ગણતંત્ર દિવસને લઈને જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે અમે તમને બોલિવૂડના આવા જ કેટલાક સિલેક્ટેડ સુપરહિટ ગીતોની યાદી જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે ગણતંત્ર દિવસે વગાડીને તમે જવાનો ને યાદ કરી શો છો.

Join Our WhatsApp Community

 એ મેરે વતન કે લોગો 

સ્વર કોકિલા લતા મંગેશકર ના અવાજમાં ગવાયેલું, ‘એ મેરે વતન કે લોગોં’ એ સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે જેમણે 1962ના ચીન-ભારત યુદ્ધ દરમિયાન દેશ માટે પોતાનું જીવન બલિદાન આપ્યું હતું. આ ગીત કોઈપણ દેશભક્ત ની આંખમાં આંસુ લાવી શકે છે.

‘વંદે માતરમ’

 

ફિલ્મ ‘આનંદ મઠ’ (1952) નું ‘વંદે માતરમ’ એ બંકિમ ચંદ્ર ચેટર્જી એ લખેલું ગીત છે. આ ગીત બોલિવૂડના દેશભક્તિના ગીતો માંનું એક છે, આ ગીત આજે પણ લોકોના હોઠ પર છે. આ ગીત રાષ્ટ્રીય ગૌરવ અને ભારત માતાની એકતાનું પ્રતિક છે.

 

 મેરે દેશ કી ધરતી 

ફિલ્મ ‘ઉપકાર’ (1967)નું ‘મેરે દેશ કી ધરતી’ પણ આ પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે એક સારું ગીત છે. તે ઈન્દીવર દ્વારા લખાયેલ છે અને મહેન્દ્ર કપૂર દ્વારા ગવાયું છે, જે પોતાના દેશ અને તેના લોકો પ્રત્યે પ્રેમ અને ભક્તિ વ્યક્ત કરે છે.

 

‘કર ચલે હમ ફિદા’

ફિલ્મ ‘હકીકત’ (1964) ની ‘કર ચલે હમ ફિદા’ એ ભારતના શહીદ બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ છે. કૈફી આઝમી દ્વારા લખાયેલ અને મહેન્દ્ર કપૂર દ્વારા ગવાયેલ, આ ગીત સૈનિકોની બહાદુરી અને બલિદાન નું સન્માન કરે છે જેમણે તેમના દેશ માટે પોતાનો જીવ આપી દીધો.

 

એ વતન તેરે લિયે 

1986 ની સુપરહિટ ફિલ્મ ‘કર્મા’ નું સુપરહિટ ‘એ વતન તેરે લિયે’ એક દેશભક્તિ ગીત છે જે આપણે હંમેશા પ્રજાસત્તાક અથવા સ્વતંત્રતા દિવસ દરમિયાન વગાડીએ છીએ. જાવેદ અખ્તર દ્વારા લખાયેલું અને કવિતા કૃષ્ણમૂર્તિ એ ગાયું છે, આ ગીત દેશ માટે બલિદાન આપનારા સૈનિકોને શ્રદ્ધાંજલિ છે.

Chhaava Shooting: ‘છાવા’ ના શૂટિંગ દરમિયાન વિકી કૌશલને થયો હતો આધ્યાત્મિક અનુભવ, બની હતી સંભાજી મહારાજ સાથે જોડાયેલી 2 અજીબ ઘટનાઓ
Vicky Jain: અંકિતા લોખંડેના પતિ ને હાથમાં આવ્યા 45 ટાંકા, વિકી જૈન એ જણાવ્યું કેવી રીતે થયો હતો અકસ્માત
TMKOC Mandar Chandwadkar: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નો મિસ્ટર ભીડે નિભાવવાનો હતો ધર્મેન્દ્ર ના બાળપણ ની ભૂમિકા,શોલે ના આ દિગ્ગ્જ અભિનેતા એ કરી હતી તેની ભલામણ
Aamir Khan: આમિર ખાન ખોલશે ગુરુકુલ સ્ટાઇલ ફિલ્મ સ્કૂલ, બોલિવૂડ ના આ અભિનેતા નું મળ્યું સમર્થન
Exit mobile version