261
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 6 ડિસેમ્બર 2021
સોમવાર.
બૉલિવુડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝને મુંબઈ એરપોર્ટ પર રોકી દેવામાં આવી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ 200 કરોડ ખંડણી કેસ મામલે આ કાર્યવાહી કરવામાં આવી છે.
EDના લુક આઉટ સર્ક્યુલરના કારણે જેકલીનને એરપોર્ટ પર રોકી દેવામાં આવી હતી અને તેને વિદેશ જવાની મંજૂરી આપવામાં આવી ન હતી.
જેકલીનને હવે દિલ્હી લાવવામાં આવશે અને ED તેની પૂછપરછ કરશે.
કહેવામાં આવી રહ્યું છે કે પોતાના શો માટે જેકલીન ફર્નાન્ડીઝ વિદેશ જઇ રહી હતી પરંતુ તેને એરપોર્ટ પર જ રોકી દેવામાં આવી.
ઉલ્લેખનીય છે કે જેકલીન વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસમાં EDની તપાસ ચાલી રહી છે.
You Might Be Interested In