ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ઑક્ટોબર, 2021
શનિવાર
'બિગ બૉસ 14' વિજેતા રુબિના દિલૈકને ટેલિવિઝનની સૌથી હૉટ અભિનેત્રી માનવામાં આવે છે. રુબિના સોશિયલ મીડિયા પર સૌથી વધુ પસંદ કરાયેલી અભિનેત્રીઓમાંની એક છે. આ દિવસોમાં તે માલદીવમાં વૅકેશન માણી રહી છે. હવે તેણે કેટલીક એવી તસવીરો અને વીડિયો શૅર કર્યાં છે, જેના કારણે ઇન્ટરનેટનો પારો ગરમાયો છે. તે સ્વિમ સૂટમાં બીચ પર મસ્તી કરતી જોવા મળી રહી છે.
લેટેસ્ટ તસવીરોમાં રુબિનાનો બીચ લુક એકદમ ગ્લૅમરસ લાગે છે. કેટલાક ફોટામાં તે બીચ પર આરામ કરતી જોવા મળી રહી છે અને કેટલાકમાં તે તેના ગ્લૅમરસ લુક સાથે પોઝ આપી રહી છે.
રુબિનાના લુકની વાત કરીએ તો તેની સુંદરતા લાલ સ્વિમ સૂટમાં બહાર આવી રહી છે. તે કેટલીક તસવીરોમાં આ સ્વિમ સૂટ લુક સાથે શિફન સ્ટૉલ લઈને પણ જોવા મળી રહી છે. તેણે સનગ્લાસ પણ પહેર્યાં છે. સાથે જ એક તસવીરમાં તેના ગળામાં એક હાર પણ જોવા મળે છે.
'બિગ બૉસ’ સિઝનમાં જોયું કે છેલ્લી સિઝનના વિજેતાઓ પણ ઘરમાં પ્રવેશ્યા હતા. એમાં તમામ ભૂતપૂર્વ વિજેતાઓએ સિનિયરોનું કામ કર્યું હતું તો આ વખતે લોકો અનુમાન લગાવી રહ્યા છે કે કદાચ રુબિના પણ થોડા દિવસો માટે 'બિગ બૉસ 15'માં જોવા મળી શકે છે. જોકે સમય જ જણાવશે કે રુબિના 'બિગ બૉસ હાઉસ જાય છે કે નહીં.
કારકિર્દીની વાત કરીએ તો આ દિવસોમાં રુબિના 'શક્તિ-અસ્તિત્વ એક અહેસાસ કી' સિરિયલમાં સૌમ્યાનું પાત્ર ભજવી રહી છે. તે ટૂંક સમયમાં હિતેન તેજવાની અને રાજપાલ યાદવ સાથે બૉલિવુડમાં પ્રવેશ કરવા જઈ રહી છે.