ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 ઑક્ટોબર, 2021
શનિવાર
ટીવી શો 'શક્તિ અસ્તિત્વ કે અહેસાસ કી'ના માધ્યમથી ઘરે ઘરે પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી રુબિના દિલૈક વાસ્તવિક જીવનમાં ખૂબ જ બોલ્ડ છે. 'બિગ બૉસ 14' વિજેતાની ટ્રૉફી જીત્યા બાદથી રુબિના દિલૈક સતત ચર્ચામાં છે.

રુબિના સોશિયલ પ્લૅટફૉર્મ પર પોતાની હૉટ અને બોલ્ડ તસવીરો પોસ્ટ કરીને લગભગ દરરોજ ચાહકોના હોશ ઉડાવી દે છે. દરમિયાન ફરી એક વાર રુબિનાની તસવીરે ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. રુબિના દિલૈકે તેના ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ પર તેની ઘણી હૉટ અને સુંદર તસવીરો પોસ્ટ કરી છે.

લેટેસ્ટ તસવીરોમાં પણ રુબિનાએ સ્વિમ સૂટ પહેર્યો છે, પરંતુ આમાં તે બીચ પર પોતાના ભીના વાળ લહેરાવતી અને કૅમેરા માટે પોઝ આપતી જોવા મળે છે. રુબિનાની આ તસવીરો તેના પતિ અભિનવ શુક્લાએ ક્લિક કરી છે. રુબિના દિલૈકની આ હૉટ સ્ટાઇલે સોશિયલ મીડિયા પર હાહાકાર મચાવ્યો છે. ચાહકો પણ આ બોલ્ડ સુંદરતાનાં વખાણ કરતાં થાકતા નથી. થોડા કલાકોમાં રુબિનાની આ તસવીરોને 2.5 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે.

તાજેતરમાં રુબિના દિલૈક અને કાશ્મીરા શાહ સોશિયલ મીડિયા પર ટકરાયાં હતાં. કાશ્મીરા શાહે 'બિગ બૉસ 15'નો એક એપિસોડ જોયા બાદ રુબિનાનું નામ લીધા વગર હાંસી ઉડાવી હતી. તેના પર રુબિના અને તેના પતિ અભિનવે પણ તેની સાથે ઘર્ષણમાં ઊતર્યાં અને બદલો લીધો. પરંતુ કાશ્મીરાએ ફરીથી તેના પર તીવ્ર હુમલો કર્યો. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રુબિના દિલૈક હાલમાં બૉલિવુડમાં પદાર્પણ માટે ચર્ચામાં છે. તે હિતેન તેજવાની અને રાજપાલ યાદવ સ્ટારર ફિલ્મ 'અર્ધ'થી મોટા પડદા પર પ્રવેશ કરવા જઈ રહી છે.