News Continuous Bureau | Mumbai
Rubina dilaik: રૂબીના દિલાઈક સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે તેની સાથે જોડાયેલી માહિતી તેના ફેન્સ સાથે શેર કરતી રહે છે. રૂબીના તાજેતરમાં જ બે જોડિયા બાળકી ની માતા બની છે. તેમની પુત્રીઓના જન્મના એક મહિના પછી, અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેમની એક ઝલક આપીને તેમના નામની સત્તાવાર જાહેરાત કરી છે. જ્યારથી આ પોસ્ટ સામે આવી છે ત્યારથી રૂબીના ની દીકરી ના નામની ખૂબ ચર્ચા થઈ રહી છે.
રૂબીના દિલાઇકે શેર કરી પોસ્ટ
રૂબીના દિલાઇકે તેના ઇન્સ્ટાગ્રામ પર તેની પુત્રીઓની ઝલક શેર કરતા તેને કેપશન આપ્યું, ‘અમારી દીકરીઓ, ઝિવા અને એધા આજે એક મહિનાની થઈ ગઈ છે તે જણાવતા ઉત્સાહિત અને ખૂબ જ ખુશી થઈ રહી છે. ગુરુપર્વના શુભ દિવસે બ્રહ્માંડએ અમને આશીર્વાદ આપ્યા! અમારી પરીઓ માટે તમારી શુભેચ્છાઓ મોકલો.’
View this post on Instagram
રૂબીના ની એક પુત્રીનું નામ ઝીવા રાખવામાં આવ્યું છે, જેનો અર્થ થાય છે એક છેડાને બીજા છેડે જોડતી સીધી રેખા. તથા તેણે પોતાની બીજી દીકરીનું નામ એધા રાખ્યું છે. ‘એધા’ એટલે પવિત્ર, સંપત્તિ, શક્તિ અને સુખ.
આ સમાચાર પણ વાંચો : Salman khan birthday: સલમાન ખાને આ ખાસ વ્યક્તિ સાથે ઉજવ્યો પોતાનો જન્મદિવસ, બર્થડે સેલિબ્રેશન નો વિડીયો થયો વાયરલ