Site icon

શું શહનાઝ અને અનુપમા બનશે નચ બલિયે નો ભાગ- જાણો આ વખતે કોની સાથે બનશે આ સ્ટાર્સની જોડી

News Continuous Bureau | Mumbai

સેલિબ્રિટી ડાન્સ રિયાલિટી શો 'નચ બલિયે' (Nach Baliye)તેની નવી સીઝન સાથે બે વર્ષ પછી નાના પડદા પર પરત ફરવા માટે તૈયાર છે. અહેવાલ છે કે આ વખતે કરિશ્મા કપૂર, વૈભવી મર્ચન્ટ અને ટેરેન્સ લુઈસ શોને જજ  કરતા જોવા મળશે. તેમજ, આ શો ઓક્ટોબરના મધ્યમાં શરૂ થશે. પાછલી સીઝનની જેમ આ વખતે પણ સલમાન ખાન શો પ્રોડ્યુસ (Salman Khan produce)કરશે. જો કે હજુ સુધી કોઈ સત્તાવાર સમર્થન નથી.

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શોની સ્ક્રિપ્ટ(script) લખવામાં આવી છે. એક મહિના સુધી ચર્ચા કર્યા બાદ તેને મેકર્સે મંજૂરી આપી દીધી છે. આ વખતે શોમાં ઘણું બધું જોવાનું રહેશે. આ પહેલીવાર હશે કે જ્યારે સેલિબ્રિટીઓ (celebrities)આવશે અને તેમના ચાહકો સાથે સ્પર્ધા કરશે. પહેલા ઓડિશન (audition)લેવામાં આવશે અને ત્યારબાદ પસંદ કરાયેલા ફેન્સને સેલિબ્રિટી દ્વારા ટાસ્ક(celebrity task)આપવામાં આવશે. જે પણ જીતશે તેને સૌથી મોટા પ્રશંસક તરીકે મત આપવામાં આવશે અને તે શોમાં ભાગ લેશે.'નચ બલિયે 10'માં આ વખતે ઘણા મહાન સ્ટાર્સ જોવા મળશે. એવા અહેવાલો છે કે શહેનાઝ ગિલ, પ્રતીક સહજપાલ, મોહસીન ખાન અને 'અનુપમા' ફેમ રૂપાલી ગાંગુલીનો(Rupali Ganguli) શો માટે સંપર્ક કરવામાં આવ્યો છે. આ તમામ સ્ટાર્સ શોનો ભાગ બની શકે છે. તેની માહિતી બહાર આવ્યા બાદ ચાહકો પણ ખૂબ જ ઉત્સાહિત છે.

આ સમાચાર પણ વાંચો : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની આ પ્રખ્યાત અભિનેત્રી રહી ચુકી છે ઘણી ફિલ્મો નો હિસ્સો-જાણો તે ફિલ્મો વિશે

'નચ બલિયે 9'ને રવિના ટંડન અને અહેમદ ખાને જજ કર્યો હતો. તે જ સમયે, મનીષ પોલ(Manish Paul) અને વાલુચા ડિસોઝાએ આ શોને હોસ્ટ (host)કર્યો હતો. આ સીઝનની ટ્રોફી, જે 2019 માં આવી હતી, તે પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરીએ કબજે કરી હતી. સિઝન 9 માં ઘણી સેલિબ્રિટીઓએ પણ તેમના ભૂતપૂર્વ સાથે ભાગ લીધો હતો.

Katrina Kaif and Vicky Kaushal: કેટરીના કૈફ અને વિક્કી કૌશલ બન્યા માતા-પિતા, હોસ્પિટલ એ આપ્યું માતા અને દીકરા નું સ્વાસ્થ્ય અપડેટ
Somy Ali on Salman khan: સોમી અલી એ સલમાન ખાન પર ફરી લગાવ્યો ગંભીર આરોપ, વિડીયો શેર કરી કહી આવી વાત
Shraddha Kapoor: શ્રદ્ધા કપૂર બની ‘જૂડી હોપ્સ’નો અવાજ,બોલિવૂડની ‘ક્યૂટ ગર્લ’ નું ડિઝની વર્લ્ડમાં ધમાકેદાર ડેબ્યુ!
Shahrukh khan King: શાહરૂખ ખાનની ‘કિંગ’માં હશે 15 દિગ્ગજ અભિનેતાઓ! જાણો કોણ કોણ જોડાશે?
Exit mobile version