Site icon

Rupali Ganguly: રૂપાલી ગાંગુલીએ માનહાનિના કેસમાં કોર્ટમાં આપ્યું નિવેદન, પોતાની સાવકી દીકરી ને લઈને કહી આવી વાત

Rupali Ganguly: ટીવી સીરિયલ 'અનુપમા'ની લોકપ્રિય અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ પોતાની સાવકી દીકરી ઈશા વર્મા સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ મામલે તેણે મુંબઈની કોર્ટમાં પોતાનું નિવેદન નોંધાવ્યું છે અને જણાવ્યું છે કે આ વિવાદને કારણે તેને ભારે માનસિક આઘાત સહન કરવો પડ્યો છે.

Rupali Ganguly Gives Statement in Defamation Case Against Stepdaughter

Rupali Ganguly Gives Statement in Defamation Case Against Stepdaughter

News Continuous Bureau | Mumbai

Rupali Ganguly: ટીવીની લોકપ્રિય અભિનેત્રી રૂપાલી ગાંગુલી અને તેની સાવકી દીકરી ઈશા વર્મા વચ્ચે ચાલી રહેલો વિવાદ સતત ચર્ચામાં છે. નવેમ્બર ૨૦૨૪માં, રૂપાલીએ ઈશા વર્મા વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસ બે ભાગમાં વહેંચાયેલો છે – એક સિવિલ ડિફેમેશન સૂટ, જે હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે, અને બીજો ક્રિમિનલ ડિફેમેશન કમ્પ્લેઇન્ટ, જે અંધેરી કોર્ટમાં ચાલી રહ્યો છે. આ મામલાઓમાં રૂપાલી ગાંગુલીના વકીલે નવી માહિતી આપી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Rohit Purohit: યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ના અરમાન એટલે રોહિત પુરોહિત રિયલ લાઈફમાં બનશે પિતા, પત્ની શીના ની આ રીતે લઇ રહ્યો છે સંભાળ

વકીલ દ્વારા અપડેટ

રૂપાલી ગાંગુલીના વકીલ ના જણાવ્યા અનુસાર, રૂપાલીએ તાજેતરમાં જ મુંબઈની અંધેરી કોર્ટમાં પોતાનું નિવેદન નોંધાવ્યું છે. વકીલ એ જણાવ્યું કે, “અમે હાઈકોર્ટમાં સિવિલ ડિફેમેશન સૂટ દાખલ કર્યો છે, જ્યાં અમને વચગાળાની રાહત મળી છે. અહીં, ક્રિમિનલ ડિફેમેશન કમ્પ્લેઇન્ટ દાખલ કરવામાં આવી હતી, જ્યાં આજે રૂપાલી પણ હાજર રહી હતી.”


રૂપાલી ની વકીલ એ વધુમાં જણાવ્યું કે, રૂપાલીએ કોર્ટમાં પોતાના નિવેદનમાં વિગતવાર જણાવ્યું કે કેવી રીતે તેને આ વિવાદને કારણે એક પીડાદાયક અનુભવમાંથી પસાર થવું પડ્યું. તેણે કહ્યું કે, “જાણતા-અજાણતા તેમની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેનાથી તેમને માનસિક રીતે ખૂબ જ પરેશાની થઈ છે.” રૂપાલી ગાંગુલી, જે તેમની મજબૂત અભિનય અને સ્વચ્છ છબી માટે જાણીતી છે, તેમનું કહેવું છે કે આ વિવાદે તેમના જાહેર જીવન અને માનસિક શાંતિ પર નકારાત્મક અસર કરી છે. આ મામલે રૂપાલીએ તેમની સાવકી દીકરી પાસેથી ૫૦ કરોડ રૂપિયાનું વળતર અને જાહેર માફીની પણ માંગણી કરી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Praveena Deshpande Demise: અભિનેત્રી પ્રવીણા દેશપાંડેનું ૬૦ વર્ષની વયે નિધન, કેન્સર સામે લાંબી લડાઈ બાદ મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ .
Sidharth Malhotra Father Sunil Malhotra Death: મલ્હોત્રા પરિવારમાં શોકની લહેર: સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતાએ દિલ્હીમાં લીધા અંતિમ શ્વાસ; મુશ્કેલ સમયમાં કિયારા અડવાણી બની પતિની તાકાત
Assi Movie Review: શું ‘અસ્સી’ તમારા વિચારો બદલી નાખશે? તાપસી પન્નુની એક્ટિંગ જોઈ રૂંવાડા ઉભા થઈ જશે; જાણો કેમ આ ફિલ્મ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે
Abhishek Bachchan Interview: પિતા અમિતાભ અને પુત્રી આરાધ્યા માટે અભિષેક બચ્ચને કહી આ ખાસ વાત
Exit mobile version