Site icon

Sachin tendulkar: વિકી કૌશલ ની ફિલ્મ સેમ બહાદુર જોઈ સચિન તેંડુલકર એટલો પ્રભાવિત થયો કે લોકોને કરી આ અપીલ

Sachin tendulkar: ફિલ્મ એનિમલ ની સાથે રિલીઝ થયેલી ફિલ્મ સેમ બહાદુર ના પણ વખાણ થઇ રહ્યા છે. આ કડી માં ક્રિકેટ ના ભગવાન ગણાતા સચિન તેંડુલકર નું નામ સામેલ થઇ ગયું છે. સચિન તેંડુલકરે પણ વિકી કૌશલ ના અભિનય ના વખાણ કર્યા છે. તેમજ દર્શકો ને એક અપીલ પણ કરી છે.

sachin tendulkar impressed to vicky kaushal sam bahadur

sachin tendulkar impressed to vicky kaushal sam bahadur

News Continuous Bureau | Mumbai 

Sachin tendulkar:વિકી કૌશલ ની ફિલ્મ સેમ બહાદુર રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ રણબીર કપૂર ની ફિલ્મ એનિમલ સાથે રિલીઝ થઇ છે. સેમ બહાદુર પણ દર્શકો ને ખુબ પસંદ આવી રહી છે. લોકો આ ફિલ્મ ને જોઈ ને વિકી કૌશલ ના અભિનય ના વખાણ કરી રહ્યા છે. હવે આ કડી માં ક્રિકેટ ના ભગવાન ગણાતા ક્રિકેટર સચિન તેંડુલકર નું પણ નામ સામેલ થઇ ગયું છે. હાલમાં જ સચિન તેંડુલકરે સોશિયલ મીડિયા પર વિકી કૌશલ અને ફિલ્મ ‘સેમ બહાદુર’ના વખાણ કર્યા હતા.

Join Our WhatsApp Community

 

સચિન તેંડુલકરે કર્યા વિકી કૌશલ ના વખાણ 

ફિલ્મ સેમ બહાદુર ની સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી. ફિલ્મ જોયા બાદ સચિન તેંડુલકરે વિકી કૌશલ અને સેમ બહાદુર ના વખાણ કર્યા હતા જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.સામે આવેલા વિડીયો માં જોવા મળી રહ્યું છે કે, સચિન અને વિકી એકસાથે ફોટો પડાવી રહ્યા છે આ દરમિયાન પાપારાઝી સચિન તેંડુલકર ને પૂછી રહ્યં છે કે તમને ફિલ્મ કેવી લાગી આના પર સચિન કહે છે કે,’  ‘ખૂબ જ સારી ફિલ્મ છે. મને વિકીની એક્ટિંગ ખૂબ જ ગમી. ફિલ્મ જોઈને એવું લાગ્યું કે જાણે ફિલ્ડ માર્શલ સેમ માણેકશા ખરેખર આપણી સામે આવી ગયા હોય. આ ફિલ્મ એક વાર જોવી જ જોઈએ.’


સચિન દ્વારા પોતાના વખાણ સાંભળ્યા બાદ વિકી કૌશલે ઇન્સ્ટાગ્રામ પર તેની અને સચિન ઈ તસવીર શેર કરી લખ્યું, ‘મારા બાળપણના હીરોએ આજે ​​મારી ફિલ્મ જોઈ! #હું ઠીક છું!!! પ્રેમ અને સમીક્ષા માટે સચિન સરનો આભાર… હું તમારા વખાણ હંમેશા યાદ રાખીશ.’


તમને જણાવી દઈએ કે, ફિલ્મ સેમ બહાદુર માં વિકી કૌશલે સેમ માણેકશા ની ભૂમિકા ભજવી છે. વિકી કૌશલે આ ફિલ્મમાં ભારતના પ્રથમ ફિલ્ડ માર્શલ સેમ માણેકશાની ભૂમિકા ભજવીને સૌના દિલ જીતી લીધા છે.

આ સમાચાર પણ વાંચોઃ Katrina kaif sam bahadur: કેટરીના કેફે કરી પતિ વિકી કૌશલ ની ફિલ્મ ની સમીક્ષા, પોસ્ટ શેર કરી કહી આવી વાત

 

Hrithik Roshan birthday special: પહેલી કમાણી માત્ર 100, આજે વર્ષે કમાય છે કરોડો! જાણો કેવી રીતે ઋતિક રોશને ઉભું કર્યું 3100 કરોડનું સામ્રાજ્ય
The Raja Saab: ‘ધ રાજા સાબ’ ના રિલીઝ દિવસે થિયેટરમાં જોવા મળ્યો અજીબ નજારો, પ્રભાસના ફેન્સ મગર લઈને પહોંચ્યા!જાણો વાયરલ વિડીયો ની હકીકત
The Raja Saab Movie Review: પ્રભાસનો સ્ટાઈલિશ લુક પણ નબળી વાર્તાને બચાવી શક્યો નહીં, દર્શકોની ધીરજની આકરી કસોટી કરતી ફિલ્મ
The Raja Saab Cast Fees: પ્રભાસનો મોટો ધડાકો! ‘રાજા સાબ’ માટે વસૂલી એટલી ફી કે બોલિવૂડના ખાન પણ રહી ગયા પાછળ, આંકડો જાણીને ચોંકી જશો
Exit mobile version