News Continuous Bureau | Mumbai
Sai pallavi: સાઈ પલ્લવી નિતેશ તિવારી ની રામાયણ માં માતા સીતા ની ભૂમિકામાં જોવા મળશે.આ ફિલ્મ માં રણબીર કપૂર ભગવાન રામ ની ભૂમિકામાં જોવા મળશે.હવે તેને લઈને એવા સમાચાર સામે આવ્યા હતા કે અભિનેત્રી આ ભૂમિકા માટે શાકાહારી બની છે આ મામલે સાઈ પલ્લવી એ એક નોટ શેર કરીને હકીકત જણાવી છે.
આ સમાચાર પણ વાંચો: Mushtaq khan: સુનિલ પાલ બાદ હવે થયું અભિનેતા મુસ્તાક ખાન નું અપહરણ,યુપીમાં નોંધાઈ ફરિયાદ, જાણો શું છે સમગ્ર મામલો
સાઈ પલ્લવી એ શેર કરી નોટ
સાઈ પલ્લવી એ રામાયણ માં તેની ભૂમિકા માટે શાકાહારી બનવા પર એક નોટ શેર કરતા લખ્યું, ‘મોટાભાગે, લગભગ દરેક વખતે, જ્યારે પણ હું પાયાવિહોણા અફવાઓ, બનાવટી જૂઠ્ઠાણા, ખોટા નિવેદનો સાથે અથવા હેતુ વિના ફેલાવવામાં જોઉં છું, ત્યારે હું ચૂપ રહેવાનું પસંદ કરું છું, પરંતુ હવે સમય આવી ગયો છે, કારણ કે આ સતત થઈ રહ્યું છે અને બંધ થવાના કોઈ ચિહ્નો દેખાતા નથી. ખાસ કરીને મારી ફિલ્મોની રિલીઝ દરમિયાન, જાહેરાતો, મારી કારકિર્દીની યાદગાર ક્ષણો. આગલી વખતે જ્યારે હું કોઈપણ પ્રતિષ્ઠિત પૃષ્ઠ અથવા મીડિયા અથવા વ્યક્તિ સમાચાર અથવા ગપસપના નામે બનાવટી બીભત્સ વાર્તા ચલાવતો જોઉં, તો તમે મારી પાસેથી કાયદેસર રીતે સાંભળશો. બસ.’
Most of the times, Almost every-time, I choose to stay silent whenever I see baseless rumours/ fabricated lies/ incorrect statements being spread with or without motives(God knows) but it’s high-time that I react as it keeps happening consistently and doesn’t seem to cease;… https://t.co/XXKcpyUbEC
— Sai Pallavi (@Sai_Pallavi92) December 11, 2024
થોડા દિવસ પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે અભિનેત્રીએ માંસાહારી ખોરાક છોડી દીધો છે કારણ કે તે સીતાનું પાત્ર ભજવી રહી છે. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે તેણી તેના પ્રવાસ દરમિયાન રસોઈયાની તેની ટીમ સાથે મુસાફરી કરે છે, જેઓ તેના માટે માત્ર શાકાહારી ખોરાક તૈયાર કરે છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)