News Continuous Bureau | Mumbai
Saif ali khan attack: સૈફ અલી ખાન પર ગઈકાલે અડધી રાત્રે હુમલો થયો હતો ત્યારબાદ અભિનેતા ની કામવાળી એલિયામા એ આ અંગે કેસ દાખલ કર્યો છે. આ કેસમાં દાખલ કરાયેલી FIR કોપી સામે આવી છે જે મુજબ એલિયામા છેલ્લા 4 વર્ષથી સૈફ અને કરીના ના ઘરે સ્ટાફ નર્સ તરીકે કામ કરી રહી છે.તો ચાલો જાણીયે સૈફ અને કરીના ની કામવાળી એ પોલીસ ને શું કહ્યું તેમજ એફઆઈઆર કોપી માં શું લખવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો: Saif ali khan attack update: ચાર કલાક ચાલી સૈફ અલી ખાન ની સર્જરી, ફોરેન્સિક ટિમ કરી રહી છે અભિનેતા ના ઘર ની તાપસ, જાણો તમામ અપડેટ અહીં
સૈફ અલી ખાન કેસ ની FIR કોપી
આ કેસમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ એલિયામા નર્સે સૈફ ના નાના દીકરા જેહને ખવડાવ્યો અને લગભગ 11 વાગ્યે તેને સુવડાવી દીધો. અને તે પોતે પલંગ નીચે સૂઈ ગઈ.આ પછી, લગભગ 2 વાગ્યે કોઈ અવાજને કારણે એલિયામાની ઊંઘ ઉડી ગઈ. તેને બાથરૂમમાં લાઈટ ચાલુ જોઈ, નર્સ ને લાગ્યું કે કરીના જેહને મળવા આવી હશે. પણ અચાનક તેને લાગ્યું કે કંઈક ગડબડ છે.ત્યારબાદ નર્સ બાથરૂમ તરફ જાય છે જ્યાં તેને એક પડછાયો જોવા મળે છે. નર્સે જોયું કે એક માણસ બાથરૂમમાંથી બહાર આવીને જેહ તરફ આગળ વધી રહ્યો છે. જેને જોઈને નર્સ ગભરાઈ ગઈ અને જેહ તરફ દોડી, પોતાની તરફ નર્સ ને આવતા જોઈ ચોર એ કહ્યું- “કોઈ અવાજ નહીં”. આ બધો અવાજ સાંભળી જેહની આયા પણ જાગી ગઈ.આ પછી, તે ચોરે આયાને પણ ધમકી આપી – “કોઈ અવાજ નહીં જોઈએ અને કોઈ બહાર નહીં જાય.”
🚨 SAIF’s MAID : “I shouted when the thief entered. Saif also started screaming”
She said “Bathroom light was on. I sat up to see who was in the bathroom when I saw the thief”
“He started demanding ₹1 crore ransom us.”
Saif’s house help Elyimma Philips was admitted to the… pic.twitter.com/ps2xt0R3ex
— Times Algebra (@TimesAlgebraIND) January 17, 2025

સૈફ ની કામવાળી એલિયામાએ ચોર ને પૂછ્યું કે તેને શું જોઈએ છે, ત્યારે તેનો જવાબ હતો – “પૈસા”. જ્યારે પૂછવામાં આવ્યું કે કેટલા, ત્યારે ચોર એ કહ્યું – 1 કરોડ રૂપિયા.આ બધું જોઈને રૂમમાં હાજર બીજી આયા ચીસો પાડતી રૂમમાંથી બહાર દોડી ગઈ. તેનો અવાજ સાંભળીને સૈફ અને કરીના બંને આવ્યા.આ દરમિયાન ચોર એ સૈફ પર તે હેક્સા બ્લેડથી હુમલો પણ કર્યો. કોઈક રીતે સૈફ તેના હાથમાંથી છટકી જવામાં સફળ રહ્યો અને રૂમમાંથી બહાર આવ્યા પછી બધાએ દરવાજો બંધ કરી દીધો.આ પછી તેમનો આખો સ્ટાફ ત્યાં પહોંચી ગયો. જ્યારે બધા પાછા ગયા અને તે વ્યક્તિને શોધવા લાગ્યા, ત્યારે તે પહેલેથી જ જતો રહ્યો હતો.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)