News Continuous Bureau | Mumbai
Salman khan: સલમાન ખાન અત્યાર સુધી ઘણા કલાકારો ને બોલિવૂડમાં બ્રેક આપી ચુક્યો છે. સલમાન ખાને તેની બહેન અલવીરા ની દીકરી અલિઝેહ ને પણ લોન્ચ કરી હતી. હવે એવું કહેવાય છે કે સ્લમનાં ખાન તેના ભાઈ ના દીકરાઓ અરહાન ખાન અને નિર્વાણ ખાન ને લોન્ચ કરવા જઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે, અરહાન ખાન એ અરબાઝ ખાન નો દીકરો છે જયારે કે નિર્વાણ ખાન એ સોહેલ ખાન નો દીકરો છે.

અરહાન અને નિર્વાણ ને લોન્ચ કરશે સલમાન ખાન
મીડિયા રિપોર્ટ મુજબ, સલમાન ખાન તેના ભત્રીજા અરહાન અને નિર્વાણને બોલિવૂડની એક બ્રોમાન્સ ફિલ્મમાં લોન્ચ કરવા જઈ રહ્યો છે. સલમાન ખાન અરહાન અને નિર્વાણ ને એક બ્રોમાન્સ ફિલ્મમાં લોન્ચ કરે તો તે કુટુંબ, પ્રતિભા અને ખાન વારસાની ઉજવણી હોઈ શકે છે. સલીમ ખાનના માર્ગદર્શન અને અલીઝેહની સફળતાની પ્રેરણાથી, આ બોલિવૂડમાં ખાન પરિવાર માટે એક નવા યુગની શરૂઆત હોઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : Atlee kumar: ફિલ્મ જવાન ને એવોર્ડ મળતા એટલી કુમારે શાહરુખ ખાન સાથે કર્યું આવું વર્તન, કિંગ ખાન નું રિએક્શન પણ થયું વાયરલ