News Continuous Bureau | Mumbai
Salman khan birthday: બોલિવૂડ નો ભાઈજાન સલમાન ખાન આજે પોતાનો 58મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. સલમાન ખાન નો જન્મદિવસ અને અર્પિતા ખાન ની દીકરી આયત નો જન્મદિવસ એકજ દિવસે છે. આ ખાસ પ્રસંગે સલમાન ખાન અને ભાણી આયતે સાથે કેક કાપી હતી. સલમાન ખાન અને આયત ના આ ખાસ પ્રસંગે તેમના પરિવારના સભ્યો હાજર હતા.હવે સલમાન ખાન અને આયત નો બર્થડે સેલિબ્રેશન નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.
સલમાન ખાને ઉજવ્યો ભાણી આયત સાથે બર્થડે
વાયરલ થઇ રહેલા આ વિડીયો માં જોઈ શકાય છે કે અર્પિતા ના પતિ આયુષ એ તેની દિકરી આયત ને ઊંચકી છે અને અર્પિતા આયત ને સલમાન ખાન ને કેક ખવડાવવા કહી રહી છે. ત્યારબાદ અર્પિતા સલમાન ખાન ને કેક ખવડાવતી જોવા મળે છે.
આ દરમિયાન સલમાન ખાન ના ભાઈ અરબાઝ ખાન તેનો દીકરો અરહાન ખાન, હેલન, અલવિરા ખાન જેવા પરિવાર ના સભ્યો જોવા મળ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Arbaaz khan wedding: અરબાઝ ખાન ના બીજા લગ્ન થી ખુશ અભિનેત્રી રવીના ટંડને આવી રીતે પાઠવ્યા દંપતી ને અભિનંદન , વિડીયો થયો સોશિયલ મીડિયા પર વાયરલ