News Continuous Bureau | Mumbai
salman khan:10 દિવસ ચાલનારો ગણેશ ઉત્સવ મંગળવારથી શરૂ થયો હતો. સવારે સલમાન ખાનની માતા સલમા ખાન, અર્પિતા અને પરિવારના સભ્યોએ ઘરે ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું હતું. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. સલમાન ખાન અને તેનો પરિવાર દરેક તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. ઈદ-દિવાળીથી લઈને ગણેશ ચતુર્થી સુધી એક અલગ જ ચમક જોવા મળે છે. તેમના ઘરે દર વર્ષે ગણપતિની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે. હવે સલમાને એક વીડિયો શેર કર્યો છે જેમાં પરિવારના સભ્યો આરતી કરી રહ્યા છે.
સલમાન ખાને શેર કર્યો વિડીયો
સલમાન ખાન પરિવાર સાથે અર્પિતા અને આયુષના ઘરે છે, જ્યાં સાંજની આરતી કરવામાં આવી હતી. સૌથી પહેલા સલમાન ના પિતા સલીમ ખાન અને માતા સલમા ખાને આરતી ઉતારી હતી. તે પછી સલમાન ખાન આરતી કરવા આવે છે. તે અર્પિતાની દીકરી આયત ને પોતાના ખોળામાં રાખે છે. જે બાદ તેમની બહેન અલવીરા, હેલન, સોહેલ ખાન, અતુલ અગ્નિહોત્રીએ આરતી કરી હતી. સલમાને તેના ઈન્સ્ટાગ્રામ પર કેપ્શન સાથે વીડિયો શેર કર્યો, ‘ગણપતિ બાપ્પા મોર્યા.’
View this post on Instagram
સલમાન ખાન ના વિડીયો પર ફેન્સે આપી પ્રતિક્રિયા
વીડિયો શેર કર્યાના થોડા જ સમયમાં લાખો લોકોએ તેને જોયો હતો. આ સમાચાર લખાય છે ત્યાં સુધીમાં તેને 6 લાખથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. ચાહકો વખાણ કરી રહ્યા છે કે તેના પરિવારે ધાર્મિક સૌહાર્દનું ઉદાહરણ બેસાડ્યું છે. એક યુઝરે લખ્યું, ‘સલમાન ભાઈના ફેન હોવા પર ગર્વ છે.’ બીજાએ કહ્યું, ‘ગણપતિ બાપ્પા તમને આશીર્વાદ આપે.’ એક યુઝર કહે છે, ‘આ આપણા દેશની સુંદરતા છે.’
આ સમાચાર પણ વાંચો : Jawan oscar: શું ઓસ્કાર માં જશે શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’! ડાયરેક્ટર એટલી એ આપી આવી પ્રતિક્રિયા