News Continuous Bureau | Mumbai
Salman Khan: સલમાન ખાને સિકંદર ના પ્રમોશન દરમિયાન રામ મંદિર વાળી ઘડિયાળ પહેરી હતી હવે આ ઘડિયાળ ને લઈને મોટો વિવાદ ઉભો થયો છે.રિપોર્ટ મુજબ બારેલવી મુસ્લિમ ધર્મગુરુ મૌલાના શહાબુદ્દીન રઝવી એ આ ઘડિયાળ પહેરવા બદલ સલમાન ને ‘અવૈધ અને હરામ’ કહી, કટુ આક્ષેપ કર્યા છે.
આ સમાચાર પણ વાંચો: Ram charan birthday: અભિનય ઉપરાંત આ ક્ષેત્ર માં પણ નિપુણ છે રામ ચરણ, કરે છે કરોડો ની કમાણી, જાણો અભિનેતા ની નેટવર્થ વિશે
મૌલાના રઝવીનો આક્ષેપ
મૌલાનાએ એક મીડિયા હાઉસ ને જણાવ્યું કે, “મને સલમાન ખાન અંગે શરિયતના નિર્ણય વિશે પૂછવામાં આવ્યું છે. તેમણે કરેલા કાર્ય અંગે શરિયતના નિર્ણય વિશે હું તમને જણાવી દઉં કે, તેઓ રામ મંદિરના પ્રચાર માટે બનાવેલી રામ એડિશન ઘડિયાળ પહેરી રહ્યા છે. મુસ્લિમ હોવું અને હાથમાં આવી ઘડિયાળ પહેરવી અવૈધ અને હરામ છે.”
#WATCH | Bareilly, UP: On Actor Salman Khan, President of All India Muslim Jamaat, Maulana Shahabuddin Razvi Bareilvi says, “Salman Khan is a very famous personality in India… Salman Khan has been seen wearing a Ram edition watch to promote Ram Mandir… If any Muslim, even if… pic.twitter.com/nCGSGhddLM
— ANI (@ANI) March 28, 2025
પોતાની વાત ને આગળ વધારતા મૌલવી એ કહ્યું, “”આવી સ્થિતિમાં, બિન-ઇસ્લામિક પ્રવૃત્તિઓ કરવી શરિયત વિરુદ્ધ છે. તેમણે આવી પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઈએ અને તેમણે કરેલી બિન-ઇસ્લામિક પ્રવૃત્તિઓ માટે પસ્તાવો કરવો જોઈએ.” તમને જણાવી દઈએ કે, સલમાને પહેરેલી ૩૪ લાખ રૂપિયાની કિંમતની આ લિમિટેડ એડિશન ઘડિયાળ તેમને તેમની માતા સલમા ખાને ભેટમાં આપી હતી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)