Site icon

Salman Khan: સલમાન ખાનનો મેગા પ્રોજેક્ટ: તેલંગાણામાં ₹ ૧૦ હજાર કરોડની ટાઉનશિપ, ફિલ્મ સ્ટુડિયો ઉપરાંત આ હશે મુખ્ય આકર્ષણ!

Salman Khan: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને તેની કંપની 'સલમાન ખાન વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ' (SKV) દ્વારા તેલંગાણા સરકાર સાથે MoU કર્યા છે, જે અંતર્ગત રાજ્યમાં ૧૦,૦૦૦ કરોડના રોકાણ સાથે ૫૦૦ એકરમાં વર્લ્ડ-ક્લાસ ઇન્ટિગ્રેટેડ ટાઉનશિપનું નિર્માણ કરવામાં આવશે.

Salman Khan Enters Real Estate, 10,000 Crore Township in Telangana

Salman Khan Enters Real Estate, 10,000 Crore Township in Telangana

News Continuous Bureau | Mumbai

Salman Khan: અભિનય ઉપરાંત, બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન હવે બિઝનેસની દુનિયામાં એક મોટું પગલું ભરવા જઈ રહ્યો છે. તેનું પ્રોડક્શન હાઉસ, ‘બીઇંગ હ્યુમન’ NGO અને ‘SK27 જિમ’ ચેઇન પહેલાથી જ કાર્યરત છે. હવે તેની કંપની SKV એ તેલંગાણા સરકાર સાથે એક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે, જેના દ્વારા રાજ્યમાં ૧૦,૦૦૦ કરોડ રૂપિયાના મોટા ઇન્ટિગ્રેટેડ ટાઉનશિપ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Abhishek Bachchan: એક્ટિંગ ઉપરાંત કરોડોની કમાણી: અભિષેક બચ્ચનનું સ્પોર્ટ્સ અને રિયલ એસ્ટેટનું બિઝનેસ એમ્પાયર જાણીને ચોંકી જશો!

ટાઉનશિપની મુખ્ય વિશેષતાઓ

સલમાન ખાનનો આ પ્રસ્તાવિત પ્રોજેક્ટ ૫૦૦ એકરમાં બનાવવામાં આવશે. આ ટાઉનશિપ રહેઠાણ, બિઝનેસ, મનોરંજન અને રમતગમતની તમામ સુવિધાઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ કરાવશે.બ્રાન્ડેડ રેસિડેન્સીસ, લક્ઝરી હોટેલ્સ, હાઇ-એન્ડ રિટેલ ઝોન અને ઑફિસ/દુકાનોનો સમાવેશ.આ પ્રોજેક્ટમાં એક અત્યંત આધુનિક ફિલ્મ સ્ટુડિયો પણ સામેલ છે, જે તેલંગાણાને મીડિયા અને મનોરંજન ઉત્પાદનનું મોટું કેન્દ્ર બનાવવામાં મદદ કરશે.ચેમ્પિયનશિપ-સ્તરનો ગોલ્ફ કોર્સ, રેસ કોર્સ અને શૂટિંગ રેન્જ જેવી વૈશ્વિક કક્ષાની સ્પોર્ટ્સ સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે.


SKV નો આ પ્રોજેક્ટ તેલંગાણામાં આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા, મોટા પાયે રોજગારની તકો ઊભી કરવા અને પ્રવાસનને લાભ આપવાના લક્ષ્યોને ટેકો આપશે. આ પ્રોજેક્ટને વર્લ્ડ-ક્લાસ ડેસ્ટિનેશન તરીકે જોવામાં આવી રહ્યો છે.સલમાન ખાનને ટૂંક સમયમાં જ ‘બેટલ ઑફ ગલવાન’માં જોવા મળશે  આ ફિલ્મ ભારત અને ચીની સૈનિકો વચ્ચેની અથડામણની વાર્તા પર આધારિત છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rashmika Mandanna Effect: રશ્મિકાના રિસેપ્શન લુકે મૈસૂર સિલ્ક ઉદ્યોગમાં લાવી તેજી, દેશભરમાંથી ઓર્ડરનો વરસાદ; જાણો શું છે સાડીની વિશેષતા
Dhurandhar 2 Spoiler Alert: ધુરંધર 2 માં યામી ગૌતમની એન્ટ્રી? વાયરલ સ્ક્રીનશોટે મચાવ્યો હંગામો, જાણો એક્ટ્રેસ ના ‘સિક્રેટ રોલ’ પાછળનું સત્ય!
Dhurandhar 2 First Review: ‘ધુરંધર 2’ નો પહેલો રિવ્યુ આવ્યો સામે: એક્ટર દાનિશ પંડોરે રિલીઝ પહેલા જ મચાવ્યો હંગામો, રણવીર સિંહ વિશે કહી આવી વાત
Yo Yo Honey Singh Delhi Concert Clash: દિલ્હીમાં હની સિંહના શોમાં મચી બબાલ! સ્પોન્સર ટીમ અને ફેન્સ વચ્ચે મારામારી, વિડીયો થયો વાયરલ
Exit mobile version