News Continuous Bureau | Mumbai
બોલિવૂડ ફિલ્મોમાં કામ કરી ચુકેલી અભિનેત્રી સોમી અલી ફરી એકવાર ચર્ચામાં આવી છે. ( somy ali ) સોમી અલીએ ( ex girlfriend ) ફરી એકવાર બોલિવૂડના ભાઈજાન સલમાન ખાન ( salman khan ) પર નિશાન સાધ્યું છે. સોમીએ સલમાન સાથે એક થ્રોબેક ફોટો શેર કર્યો અને તેના પર ( physical abuse ) હુમલો કરવાનો ( accuses ) આરોપ લગાવ્યો. પણ પછી સોમીએ આ પોસ્ટ કેમ ડિલીટ કરી? ચાલો જાણીએ
સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ અભિનેત્રી સોમી અલી એ લગાવ્યો આરોપ
અભિનેત્રી હોવા ઉપરાંત સોમી અલી સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ પણ રહી ચુકી છે. બંને વચ્ચેનો સંબંધ લાંબો ન ચાલ્યો, પરંતુ તેમના અફેરની ચર્ચા આજે પણ થાય છે. સોમી અને સલમાન ખાનના સંબંધોમાં ઘણું અંતર આવી ગયું છે. આ જ કારણ છે કે સોમી ઘણીવાર પોતાની પોસ્ટમાં સલમાન ખાન પર શાબ્દિક હુમલો કરતી જોવા મળે છે. આ વખતે પણ સોમી અલીએ પોતાની નવી પોસ્ટમાં દબંગ ખાન પર ઘણા આરોપો લગાવ્યા છે.
સોમી અલી એ પોસ્ટ શેર કરી ત્યાર બાદ તેને કરી ડીલીટ
સોમીએ સલમાન ખાન સાથેનો એક થ્રોબેક ફોટો શેર કર્યો હતો, જેમાં સલમાન તેને ગુલાબનું ફૂલ આપતા જોવા મળે છે. સોમીએ પોસ્ટ સાથે કેપ્શનમાં લખ્યું – ઘણું બધું થવાનું છે. ભારતમાં મારા શો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને પછી મારા પર કેસ કરી ને ધમકી આપવામાં આવી હતી.તમે કાયર છો. 50 વકીલો મારી સુરક્ષા માટે અહીં ઉભા છે, જેઓ મને સિગારેટ થી સળગતા અને શારીરિક શોષણથી બચાવશે જે તમે મારી સાથે વર્ષો સુધી કર્યું.સોમીએ આગળ લખ્યું – તે તમામ મહિલા અભિનેત્રીઓ પર શરમ આવે છે જેઓ મહિલાઓ પર હુમલો કરનારા આ માણસનું સમર્થન કરે છે.આવા કલાકારોને પણ શરમ આવવી જોઈએ, જેમણે તેનું સમર્થન કર્યું. હવે લડવાનો સમય છે.સલમાન વિશેની સોમીની પોસ્ટ જોતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. પરંતુ ત્યારબાદ અભિનેત્રીએ આ પોસ્ટને ડિલીટ કરી દીધી હતી.પોસ્ટ ડિલીટ કરવાનું કારણ શું છે, તે તો સોમી જ કહી શકે છે, પરંતુ તેની પોસ્ટે ચોક્કસપણે બોલિવૂડના કોરિડોરમાં હલચલ મચાવી દીધી છે.
આ સમાચાર પણ વાંચો: જયારે અમિતાભ બચ્ચન પર હતી 90 કરોડની લોન, પરેશ રાવલે બિગ બીના સંઘર્ષના દિવસોને યાદ કરીને કહી આ વાત
સોમી અલી કરી ચુકી છે સલમાન ખાન ને ડેટ
સોમી અલીએ આ પહેલા પણ ઘણી વખત સલમાન ખાન પર નિશાન સાધ્યું છે. તેણી ઘણીવાર તેની પોસ્ટમાં સલમાન પર ગંભીર આરોપ લગાવતી જોવા મળે છે.તમને જણાવી દઈએ કે એક સમય હતો જ્યારે સોમી અલી સલમાન ખાનની ઘણી મોટી ફેન હતી. બંને લાંબા સમય સુધી એકબીજાને ડેટ પણ કરતા હતા. પણ પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું. સોમીએ પોતાના જૂના ઈન્ટરવ્યુમાં સલમાન ખાન સાથે બ્રેકઅપનું કારણ પણ જણાવ્યું હતું.તેણે કહ્યું હતું કે સલમાને તેની સાથે છેતરપિંડી કરી હતી, તેથી તેણે સલમાનને છોડી દીધો હતો.